News Continuous Bureau | Mumbai
આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ પોતાની દીકરીનું નામ જાહેર કર્યું છે. દંપતીએ તેમની નવજાત બાળકીનું નામ ‘વેદા’ રાખ્યું છે. 31 મે 2023 ના રોજ, આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પુત્રીનો જન્મ થયો. તેમને પહેલાથી જ પૃથ્વી નામનો પુત્ર છે.
પૃથ્વી એ આ રીતે કર્યું બહેન નું સ્વાગત
અંબાણી પરિવારે એક કાર્ડ શેર કરીને તેમની પુત્રીના નામની જાહેરાત કરી. કાર્ડમાં લખ્યું છે- ‘ભગવાન કૃષ્ણ અને ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના આશીર્વાદ સાથે, પૃથ્વી તેની નાની બહેન ‘વેદા’ આકાશ અંબાણીના જન્મની જાહેરાત કરે છે.’ આ કાર્ડમાં અંબાણી અને મહેતા પરિવારના સભ્યોના નામ છે.પોસ્ટ કરેલા કાર્ડમાં સૌથી વધુ ભાર પૃથ્વી અંબાણીના નામ પર મુકવામાં આવ્યો છે, જેણે તેની નાની બહેનના નામની જાહેરાત કરી છે. વેદા નો અર્થ છે ‘ખૂબ સુંદર’. વેદા નામ અને શ્લોકા (શ્લોક) વચ્ચે સંબંધ છે. બંને એકબીજાના પૂરક છે.

ચાહકો એ પાઠવી શુભેચ્છા
મુકેશ અંબાણીની પૌત્રીનું નામ જાણ્યા બાદથી ચાહકો તેમાં સંસ્કાર ના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “જે છોકરીઓને વેદનું જ્ઞાન છે તે ખૂબ જ સુંદર અને અનોખી હોય છે. મારી ભત્રીજીનું પણ આ જ નામ છે.” અન્ય એક યુઝરે લખ્યું, “દરેકના નામ ખૂબ જ ક્યૂટ છે..આકાશ-શ્લોકાના પૃથ્વી અને વેદા .”
આ સમાચાર પણ વાંચો: વર્ષો પછી મિસ વર્લ્ડનું આયોજન કરી રહ્યું છે ભારત, જાણો કોણ કરશે દેશનું પ્રતિનિધિત્વ