Site icon

આકાશ અને શ્લોકા એ જાહેર કર્યું દીકરીનું નામ, પૃથ્વીએ આ રીતે કર્યું પોતાની બહેનનું સ્વાગત, અંબાણી પરિવાર ના સંસ્કાર થી ઈમ્પ્રેસ થયા લોકો

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીને થોડા દિવસો પહેલા એક પુત્રીનો જન્મ થયો હતો. હવે અંબાણી પરિવારે એક સ્વીટ મેસેજ સાથે દીકરીના નામની જાહેરાત કરી છે.

akash ambani and shloka mehta reveal the name of their baby girl veda ambani

આકાશ અને શ્લોકા એ જાહેર કર્યું દીકરીનું નામ, પૃથ્વીએ આ રીતે કર્યું પોતાની બહેનનું સ્વાગત, અંબાણી પરિવાર ના સંસ્કાર થી ઈમ્પ્રેસ થયા લોકો

News Continuous Bureau | Mumbai

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ પોતાની દીકરીનું નામ જાહેર કર્યું છે. દંપતીએ તેમની નવજાત બાળકીનું નામ ‘વેદા’ રાખ્યું છે. 31 મે 2023 ના રોજ, આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પુત્રીનો જન્મ થયો. તેમને પહેલાથી જ પૃથ્વી નામનો પુત્ર છે. 

Join Our WhatsApp Community

 

પૃથ્વી એ આ રીતે કર્યું બહેન નું સ્વાગત 

અંબાણી પરિવારે એક કાર્ડ શેર કરીને તેમની પુત્રીના નામની જાહેરાત કરી. કાર્ડમાં લખ્યું છે- ‘ભગવાન કૃષ્ણ અને ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના આશીર્વાદ સાથે, પૃથ્વી તેની નાની બહેન ‘વેદા’ આકાશ અંબાણીના જન્મની જાહેરાત કરે છે.’ આ કાર્ડમાં અંબાણી અને મહેતા પરિવારના સભ્યોના નામ છે.પોસ્ટ કરેલા કાર્ડમાં સૌથી વધુ ભાર પૃથ્વી અંબાણીના નામ પર મુકવામાં આવ્યો છે, જેણે તેની નાની બહેનના નામની જાહેરાત કરી છે. વેદા નો અર્થ છે ‘ખૂબ સુંદર’. વેદા નામ અને શ્લોકા (શ્લોક) વચ્ચે સંબંધ છે. બંને એકબીજાના પૂરક છે.

ચાહકો એ પાઠવી શુભેચ્છા 

મુકેશ અંબાણીની પૌત્રીનું નામ જાણ્યા બાદથી ચાહકો તેમાં સંસ્કાર ના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “જે છોકરીઓને વેદનું જ્ઞાન છે તે ખૂબ જ સુંદર અને અનોખી હોય છે. મારી ભત્રીજીનું પણ આ જ નામ છે.” અન્ય એક યુઝરે લખ્યું, “દરેકના નામ ખૂબ જ ક્યૂટ છે..આકાશ-શ્લોકાના પૃથ્વી અને વેદા .”

આ સમાચાર પણ વાંચો: વર્ષો પછી મિસ વર્લ્ડનું આયોજન કરી રહ્યું છે ભારત, જાણો કોણ કરશે દેશનું પ્રતિનિધિત્વ

Dharmendra Health: ૮૯ વર્ષીય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડી, તાત્કાલિક બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ!
Lalo: ગુજરાતી ફિલ્મોનો દબદબો: એક મહિના જૂની ફિલ્મે બૉલીવુડને હરાવ્યું, ‘હક’ કરતાં ડબલ કમાણી કરીને ઇતિહાસ રચ્યો!
Twinkle Khanna: આ બીમારી થી પીડાઈ રહી છે ટ્વિંકલ ખન્ના, અભિનેત્રી એ કર્યો ખુલાસો
Vijay Varma Struggle: સિમ કાર્ડથી સિલ્વર સ્ક્રીન સુધી,વિજય વર્માનો જીવનસંઘર્ષ, જાણો અભિનેતા બનવા માટે તેણે કેટલી મહેનત કરી
Exit mobile version