Akshay Khanna Dance video: ‘રહેમાન ડકૈત’નો અસલી અંદાજ: અક્ષય ખન્નાનો ‘છૈયા છૈયા’ ગીત પર ડાન્સ કરતો જૂનો વીડિયો થયો વાયરલ

Akshay Khanna Dance video: આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર' ની સફળતા બાદ અક્ષય ખન્ના છવાયા, એવોર્ડ ફંક્શનમાં ટ્વિંકલ ખન્ના અને આમિર ખાન સાથેના ડાન્સ મૂવ્સે જીત્યા ચાહકોના દિલ

by Zalak Parikh
Akshay Khanna’s Old Dance Video Goes Viral After Dhurandhar Success

News Continuous Bureau | Mumbai

Akshay Khanna Dance video: બોલિવૂડ અભિનેતા અક્ષય ખન્ના હાલમાં તેની ફિલ્મ ‘ધુરંધર’ ની અભૂતપૂર્વ સફળતાને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેણે ‘રહેમાન ડકૈત’  ના પાત્રમાં આપેલી દમદાર પરફોર્મન્સની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મમાં તેના ‘FA9LA’ ગીત પરના ડાન્સે ધૂમ મચાવી હતી, પરંતુ હવે સોશિયલ મીડિયા પર તેનો એક વર્ષો જૂનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે શાહરૂખ ખાનના પ્રખ્યાત ગીત ‘છૈયા છૈયા’ પર ટ્વિંકલ ખન્ના સાથે સ્ટેજ પર આગ લગાવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : The Kerala Story 2 Teaser: શું ‘ધ કેરળ સ્ટોરી 2’ ફરી ઈતિહાસ રચશે? ટીઝરમાં જોવા મળી લડાયક મિજાજની ઝલક, જાણો કયા ત્રણ રાજ્યોની કહાની પર આધારિત છે આ ફિલ્મ

‘છૈયા છૈયા’ અને ‘ઢોલી તારો’ પર અક્ષયનો ડાન્સ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં અક્ષય ખન્ના બ્લેક બ્લેઝર, કેપ અને ટ્રાઉઝરમાં અત્યંત હેન્ડસમ દેખાઈ રહ્યો છે. તે ટ્વિંકલ ખન્ના સાથે ‘છૈયા છૈયા’ ના સ્ટેપ્સ મિલાવી રહ્યો છે. આ જ વીડિયોમાં આગળ આમિર ખાન પણ સ્ટેજ પર આવે છે અને અક્ષય ખન્ના સાથે ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ ના લોકપ્રિય ગીત ‘ઢોલી તારો ઢોલ બાજે’ પર ગ્રુપ ડાન્સ કરતો જોવા મળે છે. ચાહકો અક્ષયની એનર્જી અને ડાન્સ સ્કિલ્સના વખાણ કરી રહ્યા છે.


અક્ષય ખન્નાની એન્ટ્રી સમયે ફિલ્મ ‘ધુરંધર’ માં વગાડવામાં આવેલું ગીત ‘FA9LA’ અરબી બિલબોર્ડ ચાર્ટ્સમાં ટોપ કરવા બદલ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યું છે. રેપર ફ્લિપરાચી (Flippter) એ આ ગીતની સફળતાનો શ્રેય અક્ષય ખન્નાના પર્ફોર્મન્સને આપ્યો છે. તેમણે કહ્યું કે અક્ષયે જે રીતે આ ગીત પર ડાન્સ કર્યો, તેણે ગીતને આખી દુનિયામાં વાયરલ કરી દીધું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More