ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
09 નવેમ્બર 2020
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી કિયારા અડવાણી અભિનીત ફિલ્મ 'લક્ષ્મી' આજે રિલીઝ થવા જઈ રહી છે. અગાઉ આ ફિલ્મનું નામ 'લક્ષ્મી બોમ્બ' હતું. 'લક્ષ્મી'નું નિર્દેશન રાઘવ લોરેન્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ડીઝની પ્લસ હોટસ્ટાર પર સાંજે 7:05 વાગ્યે રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલી મોટી ફિલ્મ છે, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. રવિવારે સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે સંબંધિત ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ટ્વિટર પર, કાલે હેશટેગ લક્ષ્મી આવી રહી છે.
અહીં હવે અમે તમને ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક તથ્યો વિશે જણાવીશું.
આ કારણે ફિલ્મનું નામ બદલાયું હતું
લક્ષ્મી એક હોરર કોમેડી ફિલ્મ છે, જેમાં અક્ષય કુમાર એક ટ્રાંસજેન્ડરનું પાત્ર ભજવી રહ્યો છે. અક્ષય આ પાત્રને લઈને લોકોમાં પહેલા પણ ચર્ચામાં રહી ચૂક્યો છે. ફિલ્મનું નામ અગાઉ ‘લક્ષ્મી બોમ્બ’ હતું, પરંતુ હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો ત્યારબાદ તેનું નામ 'લક્ષ્મી' રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે ફિલ્મમાં ટ્રાંસજેન્ડર સમુદાયનું રૂઢિવાદી પ્રતિનિધિત્વ છે જ્યારે કેટલાક લોકોએ ફિલ્મના નામ સામે વાંધો ઉઠાવ્યો હતો કે હિન્દુ દેવી લક્ષ્મીનું અપમાન કર્યું છે.
100 ટ્રાંસજેન્ડર સાથે ડાન્સ કર્યો
અક્ષય કુમારે ફિલ્મના બામ ભોલે ગીતમાં 100 ટ્રાંઝેન્ડર્સ સાથે ડાન્સ કર્યો છે. આ ગીતને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે.
ટ્રાંસજેન્ડર પ્રત્યે બદલાયો વલણ
અક્ષય કુમારે દેશની જનતાને ટ્રાંઝેન્ડર્સ પ્રત્યેનો વલણ બદલવા અપીલ કરી છે. આ માટે, એક વીડિયો શેર કરતી વખતે અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું હતું કે, 'અત્યાર સુધી જે બન્યું તે અમારી ભૂલ છે. હવે આપણો દ્રષ્ટિકોણ બદલવાનો સમય છે. દુનિયાને ખુશ રાખવા માટે તેઓ બધા દુખ પી જાય છે, હવે આપણો વારો છે ખુશીઓ વહેંચવાનો. તેઓ હંમેશાં આપણી ખુશીઓમાં નાચતા રહે છે, હવે એમની ખુશીમાં નાચવાનો વારો આવ્યો છે. તેમણે બાળપણથી જ દરેક ભેદભાવનો ભાર ઉઠાવ્યો છે, હવે તેને હક મેળવવાનો વારો છે.’
અક્ષય કુમારે વધુમાં કહ્યું કે, ‘બધા જ પ્રસંગોએ તેમણે દિલથી પ્રાર્થના કરી છે. હવે તેમનો મહેલ સજાવવાનો વારો છે. તે હંમેશા સરહદ પર લડવા તૈયાર છે, બસ પ્રોત્સાહન આપવાનો વારો છે. આપણે પણ આખરે તો ભગવાનની દેન જ છીએ, તેને અપનાવવાનો વખત છે.’