Site icon

અક્ષય કુમાર ની ઐતિહાસિક ફિલ્મ નું ટ્રેલર થયું રિલીઝ, પૃથ્વીરાજ ના લૂક માં જામે છે બોલિવૂડ ખેલાડી ; જુઓ ફિલ્મ નું રોમાંચક ટ્રેલર

News Continuous Bureau | Mumbai

દર્શકોની રાહ પૂરી થઈ, પૃથ્વીરાજ ફિલ્મનું ટ્રેલર  (Prithviraj trailer)રિલીઝ થઈ ગયું છે, આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા દર્શકોને ફિલ્મની ઝલક જોવા મળી. ફિલ્મમાં પૃથ્વીરાજના રોલમાં અક્ષય કુમાર (Akshay Kumar) ખૂબ જ મજબૂત નજર આવી રહ્યો છે. અભિનેતાની સાથે પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર (Manushi Chhillar) ફિલ્મમાં રાજકુમારી સંયોગિતાના રોલમાં જોવા મળી રહી છે. ટ્રેલર યશ રાજ ફિલ્મના ટ્વિટર હેન્ડલ (Yash Raj twitter handle) પર રિલીઝ કરવામાં આવ્યું છે, આ સિવાય તમે તેને યુટ્યુબ પર પણ જોઈ શકો છો.

Join Our WhatsApp Community

ફિલ્મની વાર્તા પૃથ્વીરાજ ચૌહાણ (Prithviraj Chauhan) અને મોહમ્મદ ઘોરી વચ્ચે 1191 અને 1192માં થયેલા તરૈન યુદ્ધ પર આધારિત છે. આ સિવાય પૃથ્વીરાજ ચૌહાણ અને રાજકુમારી સંયોગિતાની લવ સ્ટોરી (love story) પણ બતાવવામાં આવી છે. આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના (Yash Raj films) બેનર હેઠળ બની છે, ફિલ્મનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે. આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.ટ્રેલરની શરૂઆતમાં પૃથ્વીરાજ તરીકે અક્ષય કુમારની એન્ટ્રી બતાવવામાં આવી છે. પૃથ્વીરાજ અને સયોંગિતાની પ્રેમ કહાની પહેલા બતાવવામાં આવી હતી. તે પછી બતાવવામાં આવ્યું કે તેણે કેવી રીતે યુદ્ધ જીત્યું અને દિલ્હીની  (Delhi) સલ્તનત જીતી. આ દરમિયાન તેણે મોહમ્મદ ઘોરીનો (Mohammad ghori) સામનો પણ કર્યો. ફિલ્મમાં બંને વચ્ચેનું યુદ્ધ પણ બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ અને માનવ વિજ પણ મુખ્ય ભૂમિકામાં છે.

આ સમાચાર પણ વાંચો: ટીવી અભિનેત્રી તથા આ પ્રખ્યાત અભિનેતાની પત્નીને મળી રેપની ધમકી, મુંબઈ પોલીસની માંગી મદદ; જાણો શું છે સમગ્ર મામલો

તમને જણાવી દઈએ કે માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ (Manushi Chhillar bollywood debut) કરી રહી છે. સોનુ સૂદ પૃથ્વીરાજ ચૌહાણના બાળપણના મિત્ર ચંદબરદાઈનો(Chandbradai) પાત્ર ભજવી રહ્યો છે. આ સાથે જ સંજય દત્ત કાકા કાન્હ (Kaka kanh)બન્યો છે. માનવ વિજ ફિલ્મમાં વિલન મોહમ્મદ ઘોરીના રોલમાં જોવા મળશે. આ સાથે ફિલ્મમાં કેટલાક નવા પાત્રો પણ જોવા મળશે. માનુષીની સાથે આ ફિલ્મમાં કેટલાક નવા કલાકારો પણ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.કોરોનાના કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ પર પણ અસર પડી હતી. પરંતુ લાંબા ઈંતજાર બાદ આ ફિલ્મ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દીની સાથે તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે.

Arijit singh: મુંબઈના બંગલા નહીં, પણ અરિજીત સિંહનું આ રેસ્ટોરન્ટ છે ચર્ચામાં; માત્ર ૪૦ રૂપિયામાં મળે છે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન!
Arijit Singh: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધી નિવૃત્તિ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો સ્તબ્ધ; જાણો શું છે કારણ
KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Exit mobile version