Akshay Kumar: સ્ટંટમેન રાજૂના દુઃખદ અવસાન બાદ અક્ષય કુમારએ લીધો મોટો નિર્ણય, થઇ રહી છે અભિનેતા ની વાહવાઈ

Akshay Kumar: તમિલ ફિલ્મના સેટ પર સ્ટંટમેન રાજૂના દુઃખદ અવસાન બાદ અક્ષય કુમાર એ સ્ટન્ટ આર્ટિસ્ટ્સ માટે સુરક્ષા પગલાં લીધાં છે

by Zalak Parikh
Akshay Kumar Insures 700 Stunt Artists After Tragic Death on Tamil Film Set

News Continuous Bureau | Mumbai

Akshay Kumar: હાલમાં તમિલ ફિલ્મના સેટ પર સ્ટંટમેન રાજૂના દુઃખદ અવસાન બાદ સ્ટન્ટ આર્ટિસ્ટ્સ ની સુરક્ષા અંગે ચિંતાઓ ઊભી થઈ હતી. બોલીવૂડના એક્શન હીરો અક્ષય કુમારએ દેશભરના લગભગ 700 સ્ટંટમેન માટે હેલ્થ અને એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ  કરાવ્યો છે. આ પગલાંથી સ્ટન્ટમેનને સેટ પર અથવા બહાર ઇજા થવા પર 5.5 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે અને મૃત્યુની સ્થિતિમાં પરિવારને 25 લાખ સુધીની સહાય મળશે.

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી માં આ 6 જુના સ્ટાર્સ ની સાથે સાથે થશે નવા ચહેરા ની એન્ટ્રી, જાણો ક્યારે શરૂ થશે શો

અક્ષય કુમારનો સ્ટંટમેન માટે સહાયક અભિગમ

અક્ષય કુમાર મોટા ભાગે પોતે પોતાના સ્ટન્ટ્સ સ્વયં કરે છે અને ખૂબ ઓછા વખત બોડી ડબલ નો ઉપયોગ કરે છે. એક એક્શન ડિરેક્ટર એ જણાવ્યું કે અક્ષય કુમાર વર્ષ 2017થી સ્ટન્ટમેન ની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમણે માત્ર ઇન્શ્યોરન્સની પહેલ જ નહીં કરી, પણ તેના માટે નાણાં એકત્રિત કરવામાં પણ મદદ કરી.

 

View this post on Instagram

 

A post shared by Peepingmoon (@peepingmoonofficial)


ફિલ્મ સ્ટન્ટ આર્ટિસ્ટ એસોસિએશનના જનરલ સેક્રેટરી એ જણાવ્યું કે અક્ષય કુમાર છેલ્લા 8 વર્ષથી સ્ટંટમેન માટે મદદરૂપ બન્યા છે. તેમના પ્રયાસોથી સ્ટંટમેન ને હવે વધુ સુરક્ષા અને આરોગ્ય સહાય મળી રહી છે. આ પહેલ સ્ટંટમેન ના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More