Akshay Kumar: અક્ષય કુમારનું જીવન છે સંપૂર્ણ રીતે અનુશાસિત, અભિનેતા એ જણાવ્યું તેના ફિટનેસ નું રહસ્ય

Akshay Kumar: અક્ષય કુમાર તેના અભિનય ની સાથે સાથે તેની ફિટનેસ માટે પણ જાણીતો છે. અક્ષય કુમારનું જીવન સંપૂર્ણ રીતે અનુશાસિત છે. તો ચાલો જાણીયે અભિનેતા ના ફિટનેસ નું રહસ્ય

by Zalak Parikh
Akshay Kumar Reveals Why Early Dinner Is Key to Fitness

News Continuous Bureau | Mumbai

Akshay Kumar: બોલીવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમાર ફિટનેસ અને હેલ્થ માટે ખૂબ જ સજાગ છે. તેઓ સવારે વહેલા ઊઠે છે, નિયમિત કસરત કરે છે અને રાત્રે વહેલા સૂઈ જાય છે. ખાસ કરીને તેઓ સાંજના 6:30 વાગ્યા સુધીમાં ડિનર કરી લે છે. તાજેતરમાં એક પુસ્તક વિમોચન દરમિયાન તેમણે આ જીવનશૈલીના ફાયદા વિશે ખુલાસો કર્યો.

આ સમાચાર પણ વાંચો : Shahrukh Khan: શાહરૂખ ખાન એ તેની શોલ્ડર ની ઇજા વિશે માહિતી આપતા કહી આવી વાત, સાજા થતા લાગશે આટલો સમય

અક્ષય કુમાર એ વહેલા ડિનર ના ફાયદા સમજાવ્યા

અક્ષયે જણાવ્યું કે રાત્રે વહેલા ખાવાથી શરીર આરામમાં રહે છે. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આંખો, પગ, હાથ બધું આરામ કરે છે, પણ જો આપણે મોડું ખાઈએ તો પેટ આરામ કરી શકતું નથી. તેઓ કહે છે કે વહેલા ડિનરથી પાચન તંત્ર ને આરામ મળે છે અને બીમારીઓથી બચી શકાય છે.અક્ષયે કહ્યું કે “મારી વાત ખૂબ સરળ છે – મોટાભાગની બીમારીઓ પેટમાંથી આવે છે. જો આપણે પેટને આરામ આપીએ તો બીમારીઓ દૂર રહી શકે છે.” તેઓ દરરોજ સાંજે 6:30 વાગ્યા સુધીમાં ડિનર કરી લે છે અને રાત્રે 10 વાગ્યા સુધી સૂઈ જાય છે. પાર્ટીઓથી દૂર રહે છે અને નિયમિત જીવનશૈલી જાળવે છે.

 

View this post on Instagram

 

A post shared by AK Army (@itsakarmy)


અક્ષય કુમાર દર સોમવારે ઉપવાસ રાખે છે. તેઓ રવિવાર રાત્રે છેલ્લું ભોજન કરે છે અને મંગળવાર સવારે ફરી ખાય છે. તેમની કસરત પદ્ધતિ પણ અનોખી છે – તેઓ વેઇટ લિફ્ટિંગ (Weight Lifting) કરતા નથી, પણ રૉક ક્લાઈમ્બિંગ (Rock Climbing) અને મંકી બાર (Monkey Bar) જેવી ગેમ્સ પસંદ કરે છે. તેઓ કહે છે કે “મારું જિમ વાંદરા માટે બનાવેલું લાગે છે!”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More