Site icon

અક્ષય કુમારે માન્યો MNC ચીફ નો આભાર-કહ્યું કે તે રાજ ઠાકરે નો ઋણી છે -જાણો આ કહેવા પાછળ નું કારણ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારનું આ આખું વર્ષ બોક્સ ઓફિસ પર ફિલ્મોની દૃષ્ટિએ ખૂબ જ ખરાબ રહ્યું છે. આ વર્ષે રીલિઝ થયેલી અક્ષયની તમામ ફિલ્મોને દર્શકોએ નકારી કાઢી છે. 'બચ્ચન પાંડે'થી શરૂ થયેલી આ ફ્લોપ સફર(flop film) 'રામ સેતુ' પછી પણ પૂરી થઈ નથી. જો કે 'રામ સેતુ' હજુ પણ સિનેમાઘરોમાં છે, પરંતુ તેના દર્શકો દિવસેને દિવસે ઘટતા જોઈને આશા છે કે તે ફ્લોપની યાદીમાં પણ સામેલ થઈ જશે. બોલિવૂડમાં અક્ષયની ફિલ્મોનો ગ્રાફ સતત(filmi graff) નીચે જઈ રહ્યો છે ત્યારે હવે અક્ષય બીજી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા માટે નીકળ્યો છે. અક્ષયે મરાઠી સિનેમામાં(Marathi cinema) ડેબ્યુ કરવાની જાહેરાત કરી દીધી છે.

Join Our WhatsApp Community

આ વર્ષે રિલીઝ થયેલી 'સમ્રાટ પૃથ્વીરાજ'માં રાજા-મહારાજાનો રોલ કર્યા બાદ અક્ષય કુમાર ફરી એકવાર ફિલ્મી પડદે આવો જ રોલ કરતો જોવા મળવાનો છે. અક્ષય કુમાર મહેશ માંજરેકરની છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત ફિલ્મ સાથે મરાઠીમાં ડેબ્યૂ (Marathi debut)કરવા માટે તૈયાર છે. અભિનેતા 'વેદત મરાઠે વીર દૌડલે સાત' નામની ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવશે.મહેશ માંજરેકર દ્વારા દિગ્દર્શિત અને વસીમ કુરેશી દ્વારા નિર્મિત, આ ફિલ્મ સાત બહાદુર યોદ્ધાઓની વાર્તા પર આધારિત છે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય શિવાજી મહારાજના(shivaji maharaj) સ્વરાજ્યના સ્વપ્નને સાકાર કરવાનો હતો. આ નાયકોની વાર્તા ઇતિહાસના સૌથી ભવ્ય પૃષ્ઠો પર લખવામાં આવી છે. મુંબઈમાં આયોજિત ફિલ્મના મુહૂર્ત શોટ કાર્યક્રમમાં આની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) અને MNC ચીફ રાજ ઠાકરે(Raj Thakrey) પણ હાજર હતા. અક્ષયની વર્ષની પાંચમી ફિલ્મ 'રામ સેતુ' રિલીઝ થયાના થોડા દિવસો બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર આવશે તેમ કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : દેશી ગર્લ પ્રિયંકા ચોપરા 3 વર્ષે ભારત પરત ફરી- મુંબઈ એરપોર્ટ પર એકદમ ઉત્સાહમાં જોવા મળી- જુઓ વિડીયો

ફિલ્મના લોન્ચિંગ સમયે અક્ષય કુમારે જણાવ્યું કે તેને રાજ ઠાકરેએ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવવા માટે કહ્યું હતું. અભિનેતા એ જણાવ્યું કે,’રાજ ઠાકરેના કારણે મને છત્રપતિ શિવાજી મહારાજનો રોલ મળ્યો. તેઓએ મને કહ્યું કે તારે આ ભૂમિકા ભજવવી(play role) જોઈએ. મહારાજની ભૂમિકા ભજવવી એ મારા માટે મોટી વાત છે. તેથી હું મહામહિમ ની ભૂમિકાને ન્યાય આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.' આ ફિલ્મમાં મહેશ માંજરેકરના પુત્ર સત્ય માંજરેકર (satya manjrekar)પણ જોવા મળશે. સત્યા આમાં દત્તાજી પેજનું પાત્ર ભજવશે. અક્ષય કુમારે અગાઉ ફિલ્મ 'પૃથ્વીરાજ'માં ઐતિહાસિક પાત્ર ભજવ્યું હતું. પરંતુ ફિલ્મ ન ચાલી. હવે જોવાનું એ રહેશે કે અક્ષય છત્રપતિ શિવાજી મહારાજ બનવામાં કેટલો સફળ થાય છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version