Site icon

Akshay kumar: 20 વર્ષ પછી એક્સ ગર્લફ્રેન્ડ રવીના ટંડન સાથે કામ કરશે અક્ષય કુમાર, અભિનેત્રી વિશે ખિલાડી કુમારે કહી આ વાત

Akshay kumar: અક્ષય કુમાર તેની એક્સ ગર્લફ્રેન્ડ રવિના ટંડન સાથે ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ માં જોવા મળશે. બન્ને 20 વર્ષ પછી સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. આ પહેલા બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

akshay kumar talk about reunite with ex girlfriend raveena tandon after 20 years

akshay kumar talk about reunite with ex girlfriend raveena tandon after 20 years

News Continuous Bureau | Mumbai

Akshay kumar: બોલિવૂડ સૂપસ્ટાર અક્ષય કુમાર ટૂંક સમયમાં તેની ફિલ્મ “વેલકમ ટુ ધ જંગલ” સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા આવી રહ્યો છે. આ ફિલ્મ વેલકમ ની સિક્વલ છે. આ ફિલ્મ માં અક્ષય કુમાર સાથે રવીના ટંડન જોવા મળશે.જ્યારથી આ જાહેરાત થઇ છે ત્યારથી ચાહકો ખુબ ખુશ છે. બંને 20 વર્ષ પછી મોટા પડદા પર સાથે જોવા મળશે. એક સમયે બંનેની કેમેસ્ટ્રીએ બધાને દિવાના બનાવી દીધા હતા. હાલમાં જ જ્યારે અક્ષયને રવીના સાથે ફરી કામ કરવા વિશે પૂછવામાં આવ્યું તો જાણો તેણે શું કહ્યું.

Join Our WhatsApp Community

 

અક્ષય કુમારે કરી રવીના સાથે કામ કરવા અંગે વાત 

અક્ષય કુમારે એક ન્યૂઝ એજન્સી ને આપેલ ઇન્ટરવ્યૂ માં કહ્યું કે,, “અમે ‘વેલકમ ટુ ધ જંગલ’ નામની ફિલ્મ કરી રહ્યા છીએ, જેનું શૂટિંગ અમે ટૂંક સમયમાં શરૂ કરીશું. તેણે વધુમાં કહ્યું કે રવીના અને મેં સૌથી વધુ હિટ ફિલ્મો કરી છે. રવિના ટંડન અને હું લાંબા સમય પછી એકસાથે વેલકમ ટુ ધ જંગલનું શૂટિંગ શરૂ કરવા આતુર છીએ અને કારણ કે અમે 20 વર્ષ પછી એક જ સ્ક્રીન પર સાથે હોઈશું.’

આ સમાચાર પણ વાંચો : Agastya nanda ramayan: અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાએ ફગાવી દીધી ‘રામાયણ’ ની ઓફર, નિતેશ તિવારી ની ફિલ્મ માં આ ભૂમિકા ભજવવાની પાડી ના

અક્ષય કુમાર અને રવીના ટંડન ની ફિલ્મ 

અક્ષય કુમાર અને રવિના ટંડને ‘ખિલાડીયો કા ખિલાડી’ અને ‘મોહરા’ જેવી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ જોડી એ લોકપ્રિય ગીત તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત અને ટીપ ટીપ બરસા પાનીમાં પણ સાથે અભિનય કર્યો છે. તેઓ છેલ્લે 2004માં પોલીસ ફોર્સ એન ઇનસાઇડ સ્ટોરીમાં સાથે જોવા મળ્યા હતા.

TRP Report Week 43: ‘અનુપમા’એ જાળવી લીધી ટોચની ગાદી, પરંતુ ‘તુલસી’એ આપી કડક ટક્કર! જાણો ટોપ 5માં કયા શોઝ છે
120 Bahadur Trailer Release: ‘120 બહાદુર’નું ટ્રેલર જોયું? દર્શકો બોલ્યા – ‘બ્લોકબસ્ટરની તૈયારી!’ જુઓ અહીં.
Rashmika Mandanna and Vijay Deverakonda: ફાઇનલી કન્ફર્મ! રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા ની લગ્ન ની તારીખ નો થયો ખુલાસો, ઉદયપુરમાં કરશે ગ્રાન્ડ વેડિંગ!
Neil Bhatt and Aishwarya Sharma: મનોરંજન જગતમાં મોટો આંચકો,નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ છૂટાછેડાની અરજી કરી, ચાર વર્ષના લગ્નજીવનનો અંત!
Exit mobile version