News Continuous Bureau | Mumbai
Akshay Kumar Mahakal Temple Visit: બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ ને લઈને અત્યારે ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી અક્ષયની ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નથી, જેને કારણે તેની કારકિર્દી અત્યારે પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહી છે. આ સ્થિતિમાં, ફિલ્મની રિલીઝ પહેલા અક્ષય કુમાર તેની સાસુ અને પીઢ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia) સાથે ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Kishore Kumar: કેન્ટીનનું દેવું ચૂકવવાના ફાંફા હતા અને બની ગયું સુપરહિટ ગીત! કિશોર કુમારનો આ રમુજી કિસ્સો જાણીને હસી પડશો
મહાકાલની ભક્તિમાં લીન જોવા મળ્યા અક્ષય અને ડિમ્પલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અક્ષય કુમાર અને ડિમ્પલ કાપડિયા બાબા મહાકાલની પૂજા-અર્ચના કરતા અને ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. ડિમ્પલ કાપડિયાએ પણ પોતાના જમાઈની ફિલ્મી કારકિર્દી ફરી પાટા પર આવે તે માટે ખાસ પ્રાર્થના કરી છે. અગાઉ અક્ષયે ‘ધુરંધર’ જેવી મોટી ફિલ્મોનો હિસ્સો ન બની શકવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો, પરંતુ હવે તેનું પૂરું ધ્યાન તેની આગામી હોરર-કોમેડી ફિલ્મ પર છે.
#WATCH | Madhya Pradesh: Actor Akshay Kumar, along with his mother-in-law and veteran actor Dimple Kapadia, visited Shri Mahakaleshwar Temple in Ujjain and offered prayers today. pic.twitter.com/Q21mMHWmZy
— ANI (@ANI) April 1, 2026
‘ભૂત બંગલા’ 10 એપ્રિલ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. નોંધનીય છે કે આ ફિલ્મની રિલીઝ ડેટ અત્યાર સુધીમાં ચાર વખત બદલવામાં આવી છે. હાઈ ફી અને અગાઉની ફિલ્મોના નબળા પ્રદર્શનને કારણે અક્ષય કુમાર માટે આ ફિલ્મની સફળતા અત્યંત અનિવાર્ય બની ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે મહાકાલના આશીર્વાદ અક્ષયના ડૂબતા કરિયરને બચાવવામાં કેટલી મદદ કરે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)