Site icon

Bhoot Bangla New Release Date: અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’ની રિલીઝમાં મોટો ફેરફાર, મેકર્સે ઓફિશિયલ તારીખ જાહેર કરી

Bhoot Bangla New Release Date: પ્રિયદર્શન અને અક્ષય કુમારની જોડીની ફિલ્મ હવે ૧૦ એપ્રિલે રિલીઝ નહીં થાય; જાણો ક્યારથી શરૂ થશે શો

Akshay Kumar’s ‘Bhooth Bangla’ Release Date Postponed: Makers Share New Update

Akshay Kumar’s ‘Bhooth Bangla’ Release Date Postponed: Makers Share New Update

News Continuous Bureau | Mumbai

Bhoot Bangla New Release Date: બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભૂત બંગલા’ની રાહ જોઈ રહેલા ચાહકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મેકર્સે આ ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે. અગાઉ આ ફિલ્મ ૧૦ એપ્રિલે સિનેમાઘરોમાં દસ્તક આપવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ આગળ ધપાવવામાં આવી છે. પ્રોડ્યુસર એકતા કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ અંગેની સત્તાવાર જાણકારી આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Honey Singh Mumbai Concert FIR: યો યો હની સિંહ કોન્સર્ટ વિવાદમાં: એરપોર્ટ પાસે લેઝર લાઈટના ઉપયોગથી ખળભળાટ, મુંબઈ પોલીસની કડક કાર્યવાહી

‘ધુરંધર ૨’ની સફળતાને કારણે લેવાયો મોટો નિર્ણય

ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ઠેલવાનું મુખ્ય કારણ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘ધુરંધર ૨’ હોવાનું માનવામાં આવે છે. મેકર્સે જણાવ્યું હતું કે ‘ધુરંધર ૨’ ની શાનદાર કમાણી અને પ્રદર્શનને જોતા ડિસ્ટ્રિબ્યુટર્સ અને એક્ઝિબિટર્સ સાથે ચર્ચા કરીને ‘ભૂત બંગલા’ની નવી તારીખ નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયથી બંને ફિલ્મોને પૂરતો સમય મળશે અને બોક્સ ઓફિસ પર એકબીજા સાથે ટકરાવ ટાળી શકાશે.


નવી અપડેટ મુજબ, ‘ભૂત બંગલા’ હવે ૧૦ એપ્રિલના બદલે ૧૬ એપ્રિલથી સિનેમાઘરોમાં જોવા મળશે. મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે ૧૬ એપ્રિલના રોજ રાત્રે ૯ વાગ્યાથી ફિલ્મનો પહેલો પેઇડ પ્રિવ્યુ શો શરૂ કરવામાં આવશે. એકતા કપૂરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે એક્ઝિબિટર્સના મતે નવી રિલીઝ ડેટથી બંને ફિલ્મોને ફાયદો થશે. આ જાહેરાત બાદ અક્ષય કુમારના ચાહકોમાં થોડી નિરાશા જોવા મળી છે, પરંતુ ફિલ્મની આતુરતા યથાવત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar Casting Secrets: ૩ એક્ટર્સની ના અને અક્ષય ખન્નાની હા! ‘ધુરંધર’ ના કાસ્ટિંગ પાછળનું અસલી રહસ્ય આવ્યું સામે
Rashmika Mandanna: જાપાનમાં ચમકશે રશ્મિકા મંદાના! ટોક્યોના પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળી મોટી તક
Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
Panchayat Season 5 Announcement: ‘પંચાયત 5’ માટે થઈ જાઓ તૈયાર! સચિવજી અને પ્રધાનજીની જોડી ફરી મચાવશે ધૂમ, જુઓ શૂટિંગના વાયરલ ફોટા
Exit mobile version