ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ઉંમર હાલ 80 વર્ષ થઈ ચૂકી છે. પરંતુ આ ઉંમરે પણ તેઓ કામને લઈને કોઈ કસર બાકી રાખતા નથી તેઓ આ ઉંમરે પણ 12-12 કલાક કામ કરે છે. જેના કારણે લોકો પણ હેરાન રહી જતા હોય છે. જોકે લોકો તેમની તબિયતને લઈને પણ ટેન્શનમાં રહેતા હોય છે. ત્યારે વધુમાં તેમણે એક એવી ટ્વીટ કરી છે, જેના કારણે તેમના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે.
T 4205 – heart pumping .. concerned .. and the hope ..
— Amitabh Bachchan (@SrBachchan) February 27, 2022
વાત જાણે એમ છે કે ગઈકાલે (રવિવારે) રાતે અભિનેતાએ ટ્વીટ કર્યું કે, ‘હ્રદયના ધબકારા વધી રહ્યા છે. ચિંતા થઈ રહી છે. આશા છે કે બધુ ઠીક થઈ જાય…’ આટલું કહ્યા બાદ તેમણે હાથ જોડવા વાળા ઈમોજી પણ મુક્યા હતા. જોકે આ ટ્વીટ જોઈને મોટા ભાગના લોકો હેરાન રહી થઈ ગયા છે સાથે જ તેમને કારણ પણ પુછી રહ્યા છે.
કોરોનાની ઝપેટમાં આવી બોલિવૂડ ની આ અભિનેત્રી, પોસ્ટ શેર કરી ફેન્સને આપી માહિતી; જાણો વિગત
આગામી સમયમાં, દિગ્ગજ અભિનેતા તેમની ફિલ્મ ઝુંડમાં જોવા મળશે. નાગરાજ પોપટરાવ મંજુલે દ્વારા દિગ્દર્શિત અને નાગપુરની એનજીઓ સ્લમ સોકરના સ્થાપક વિજય બરસેના જીવન પર આધારિત આ મૂવીમાં બિગ બી ફૂટબોલ કોચની ભૂમિકા ભજવી રહ્યા છે.
તેઓ બ્રેક લેવાના મૂડમાં નથી અને તેમની પાસે હાલ ઘણા પ્રોજેક્ટ્સ છે. આ ફિલ્મ ઉપરાંત, તેઓ રનવે 34, બ્રહ્માસ્ત્ર, ગુડબાય, ઉયર્ન્ધા મનિથન, ઉંચાઈ, પ્રોજેક્ટ કે અને બટરફ્લાયમાં પણ જોવા મળશે.