News Continuous Bureau | Mumbai
Koffee with karan 8: કરણ જોહર તેના ચેટ શો ‘કોફી વિથ કરણ 8’ ને લઇ ને ચર્ચામાં છે. આ શો ના પહેલા એપિસોડ માં દીપિકા રણવીર જોવા મળ્યા હતા ત્યારબાદ સની અને બોબી દેઓલ બીજા એપિસોડ માં જોવા મળ્યા હતા. શોના ત્રીજા એપિસોડમાં સારા અલી ખાન અને અનન્યા પાંડે જોવા મળી હતી.હવે કોફી વિથ કરણ ના ચોથા એપિસોડ માં નણંદ ભાભી ની જોપડી એટલેકે આલિયા ભટ્ટ અને કરીના કપૂર જોવા મળશે. હવે શોનો નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
કોફી વિથ કરણ નો નવો પ્રોમો
‘કૉફી વિથ કરણ 8’ નો નવો પ્રોમો સામે આવ્યો છે. આ વિડીયો માં કરીના કપૂર અને આલિયા ભટ્ટ જોવા મળી રહ્યા છે. આ વીડિયો માં આલિયા ભટ્ટ કરણ જોહર ના શોને વિવાદાસ્પદ ગણાવી રહી છે. કરણ જોહર કરીના કપૂર ને પૂછતો જોવા મળી રહ્યો છે કે કોણ કોની ભાભી છે? આના પર કરીના કપૂર હસીને કહે છે કે હું કોઈની ભાભી નથી. આ ઉપરાંત કરણ કરીના કપૂર ને અમિષા પટેલ વિશે પૂછી રહ્યો છે. જેના જવાબ માં કરીના કપૂર કહે છે ‘આઈ એમ ઇગ્નોરીંગ કરણ’
Omg can’t wait 🤍 @aliaa08 #KareenaKapoorKhan #KoffeewithKaran pic.twitter.com/kX6ycP9vfL
— Khushi🕊️ (@khushilovesaloo) November 12, 2023
તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટે કરીના કપૂર ના પિતરાઈ ભાઈ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા છે. આ હિસાબે આલિયા ભટ્ટ કરીના કપૂર ની ભાભી થાય અને કરીના આલિયા ભટ્ટ ની નણંદ થાય. જે હવે કોફી વિથ કરણ ના આગામી એપિસોડ માં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan: શાહરૂખ ખાને તેના ચાહકો ને અલગ અંદાજ માં પાઠવી દિવાળી ની શુભેચ્છા, શેર કરી ડંકી સાથે જોડાયેલી આ વસ્તુ