ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 ડિસેમ્બર 2021
ગુરુવાર
બોલિવૂડના ઘણા કપલ આ દિવસોમાં ચર્ચામાં છે. જ્યાં એક તરફ રાજકુમાર રાવે તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કરી લીધા છે, ત્યારે સમાચાર મુજબ હવે વિકી કૌશલ અને કેટરિના કૈફ પણ એકસાથે નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે લોકો બી-ટાઉનના ફેવરિટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે અમે તમને રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સંપત્તિ વિશે જણાવીશું, જેથી તમે જાણી શકશો કે આ બંનેમાંથી સૌથી અમીર કોણ છે?
શરૂઆત કરીએ આલિયા ભટ્ટથી. પોતાની સુંદરતા અને પોતાના અભિનયથી ફિલ્મ જગતમાં દરેકનું દિલ જીતનાર આલિયા ભટ્ટ કરોડોની સંપત્તિની માલિક છે એક વેબ પોર્ટલ ના અહેવાલ મુજબ, આલિયા ભટ્ટની પાસે વર્ષ 2021 સુધીમાં કુલ 162 કરોડની સંપત્તિ છે. આલિયા એક મહિનામાં 60 લાખથી વધુની કમાણી કરે છે. આલિયા એક ફિલ્મ માટે 2-5 કરોડ રૂપિયા લે છે.આલિયા ભટ્ટ પાસે રેન્જ રોવર, ઓડી, BMW, મર્સિડીઝ, જગુઆર જેવી મોંઘી કારો નું કલેક્શન છે.
હવે વાત કરીએ રણબીર કપૂર ની તો પોતાના અભિનય અને પોતાના પાત્રોથી લોકોના દિલો પર રાજ કરનાર રણબીર કપૂર પણ પરિવારથી સમૃદ્ધ છે. એક વેબ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, રણબીર કપૂર વર્ષ 2021 સુધીમાં 330 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. રણબીર કપૂર એક ફિલ્મ માટે 7-8 કરોડ રૂપિયા લે છે. અભિનેતા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે પણ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.રણબીર કપૂર પાસે રેન્જ રોવર વોગ, ઓડી આર8, મર્સિડીઝ જી63 એએમજી, ઓડી એ8એલ, રેન્જ રોવર સ્પોર્ટ જેવી ગાડીઓ છે.
લગ્ન છે કે પછી એક રુકા હુઆ ફૈસલા? રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન સ્થગિત થયા. જાણો વિગતે
આ હિસાબે રણબીર તેની ગર્લફ્રેન્ડ આલિયા કરતા વધુ અમીર છે. તમને જણાવી દઈએ કે આ કપલ પણ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.