News Continuous Bureau | Mumbai
Alia bhatt animal review:આજે રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ની રિલીઝ પહેલા તેની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. જેમાં બોલિવૂડ ની ઘણી હસ્તીઓ એ હાજરી આપી હતી. આ ફિલ્મ જોવા રણબીર કપૂર ની પત્ની અને નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી આલિયા ભટ્ટ પણ પહોંચી હતી. આ દરમિયાન આલિયા ભટ્ટ ના આઉટફિટ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. ફિલ્મ જોયા બાદ બહાર નીકળી રહેલી આલિયા ભટ્ટ ને જયારે પૂછવામાં આવ્યું કે તેને ફિલ્મ કેવી લાગી ત્યારે આલિયા ભટ્ટે જે પ્રતિક્રિયા આપી તે વાયરલ થઇ રહી છે.
આલિયા ભટ્ટે આપ્યો એનિમલ નો પહેલો રીવ્યુ
આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર ને સપોર્ટ કરવા તેની ફિલ્મ એનિમલ ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માં પહોંચી હતી. પતિ રણબીર કપૂર ને ચીયર કરવા આલિયા એ રણબીરના ચહેરા સાથેની કસ્ટમાઇઝ્ડ ટી-શર્ટ પહેરી હતી. જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.આ સ્ક્રીનિંગ માં આલિયા તેના પરિવાર સાથે પહોંચી હતી. ફિલ્મ જોયા બાદ થિયેટરમાંથી બહાર નીકળેલી આલિયા ભટ્ટ ને જયારે પાપારાઝી એ પૂછ્યું કે તેને ફિલ્મ કેવી લાગી તો આલિયા એ ફક્ત એકજ શબ્દમાં જવાબ આપ્યો ‘ખતરનાક’ આ સાંભળી રણબીર કપૂર ના ફેન્સ ખુશ થઇ ગયા.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ફિલ્મ એનિમલ નું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા એ કર્યું છે. આ ફિલ્મ માં રણબીર કપૂર, રશ્મિકા મંદાના,બોબી દેઓલ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
આ સમાચાર પણ વાંચોઃ Animal: એનિમલ ના આ સીન પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, આટલા ફેરફાર સાથે ફિલ્મ ને મળ્યું A સર્ટિફિકેટ