News Continuous Bureau | Mumbai
બોલિવૂડની(Bollywood) જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ(Actress Alia Bhatt) અને રણબીર કપૂર(Ranbir Kapoor) ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. કપૂર પરિવારમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના બાળકની આતુરતાથી રાહ જોવાઈ રહી છે એટલું જ નહીં ચાહકો પણ તેમના તરફથી સારા સમાચાર સાંભળવા આતુર છે. ખાસ વાત એ છે કે ગઈકાલે આલિયા ભટ્ટની બેબી શાવર સેરેમની(Baby shower ceremony) બેબીના આગમનની ખુશીમાં થઈ હતી, જેમાં કરિશ્મા કપૂર(Karishma Kapoor), નીતુ કપૂર(Neetu Kapoor), રિદ્ધિમા કપૂર સાહની(Riddhima Kapoor Sahni) સહિત કપૂર અને ભટ્ટ પરિવારના (Kapoor and Bhatt families) ઘણા ખાસ સભ્યો સામેલ થયા હતા. તેની આ સાથે જોડાયેલી તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આલિયા ભટ્ટનો ગોદ ભરાઈ સાથે જોડાયેલો ફોટો પણ ચર્ચામાં છે, જેમાં એક્ટ્રેસની ચમક જોવા જેવી હતી.
આલિયા ભટ્ટના બેબી શાવર માટે સાસુ નીતુ કપૂર સૌથી પહેલા આવી હતી. પિંક અને ગ્રીન ડ્રેસમાં નીતુ કપૂરનો લુક જોવા જેવો હતો. તમને જણાવી દઈએ કે અભિનેત્રી પણ દાદી બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
આલિયા ભટ્ટના બેબી શાવર માટે રિદ્ધિમા કપૂર પણ નીતુ કપૂર(Neetu Kapoor) સાથે ત્યાં જોડાઈ હતી. આલિયા સાથે તેની નણંદ રીધ્ધીમા નું બોન્ડિંગ ઘણું સારું છે અને તે ઘણીવાર એક્ટ્રેસ સાથે પોતાના ફોટો શેર કરતી જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : ભાડાના ઘરમાંથી પોતાના ઘરમાં શિફ્ટ થશે ધક ધક ગર્લ માધુરી દીક્ષિત-અધધ આટલા કરોડ ચૂકવીને મુંબઈમાં ખરીદ્યો ફ્લેટ
કરિશ્મા કપૂર અને રણબીર કપૂરનું બોન્ડિંગ ઘણું સારું છે. આ સાથે તે ભાભી આલિયાની પણ નજીક છે. ગોદ ભરાઈમાં હાજરી આપવા આવેલી કરિશ્મા કપૂરની ટશન પણ જોવા જેવું હતું.
આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ(Shaheen Bhatt) બહેનો તેમજ એકબીજાની બેસ્ટ ફ્રેન્ડ્સ છે. તે પણ આ ખાસ પ્રસંગે તેની બહેનને સપોર્ટ કરવા સમયસર પહોંચી ગઈ હતી.
જો આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે સંબંધિત કોઈ કાર્યક્રમ હોય અને અયાન મુખર્જી(Ayan Mukherjee) ત્યાં જોવા ન મળે તો તે થવું મુશ્કેલ છે. તે બંનેના બેસ્ટ ફ્રેન્ડ જ નહીં પરંતુ તેમની ફિલ્મના ડાયરેક્ટર પણ છે.
આલિયા ભટ્ટના બેબી શાવર માટે પૂજા ભટ્ટના(Pooja Bhatt) ચહેરા પર પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ફોટોમાં તેનો લુક પણ ઘણો જબરદસ્ત લાગતો હતો.
આલિયા ભટ્ટે તેની ગોદ ભરાઈ ના ખાસ અવસર પર પીળા કલરનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તેનો લુક જોવા જેવો હતો. ફોટામાં અભિનેત્રીના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળી રહ્યો હતો.
આલિયા ભટ્ટના બેબી શાવર માટે કપૂર પરિવારની તમામ મહિલાઓ એક ફ્રેમમાં જોવા મળી હતી. રિદ્ધિમા કપૂર સાહનીથી લઈને શ્વેતા બચ્ચન નંદા, નીતુ કપૂર અને સોની રાઝદાન બધા એક જ ફ્રેમમાં સાથે જોવા મળ્યા હતા.