News Continuous Bureau | Mumbai
હકીકતમાં, અભિનેત્રીએ તાજેતરમાં જ એક પોર્ટલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા તેના ખાનગી ફોટા પર નારાજગી વ્યક્ત કરી હતી. આ વિશે, તેણીની ઇન્સ્ટા સ્ટોરી પર તે પોર્ટલને ટેગ કરતી વખતે, અભિનેત્રીએ તેમને ખૂબ ઠપકો આપ્યો હતો અને મુંબઈ પોલીસને પણ ટેગ કર્યા હતા.
આલિયા એ મુંબઈ પોલીસ ને કરી ટેગ
તાજેતર માં આલિયા ભટ્ટે તેની ઇન્સ્ટા સ્ટોરી પર પોર્ટલને ટેગ કર્યું અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું, ‘તમે ખરેખર મજાક કરી રહ્યા છો. હું મારા ઘરે છું અને હંમેશની જેમ હું મારા લિવિંગ રૂમમાં બેઠી હતી ત્યારે મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. મેં ઉપર જોયું તો મારા પાડોશીના મકાનની છત પર બે લોકો છે અને તેમનો કેમેરા મારી તરફ છે. આ કેવી રીતે યોગ્ય છે અને તમને આ કરવાની પરવાનગી કોણે આપી છે. આ કોઈના અંગત જીવનમાં સંપૂર્ણ ઘૂસણખોરી છે. એક મર્યાદા છે જેને તમારે ઓળંગવી ન જોઈએ, પરંતુ આજે તે મર્યાદા પણ ઓળંગી ગઈ છે. અભિનેત્રીએ આ પોસ્ટ સાથે મુંબઈ પોલીસને ટેગ કર્યું હતું.
મુંબઈ પોલીસે આલિયા ને આપી આ સલાહ
હવે આલિયા ભટ્ટ ઘ્વારા ટેગ કરાયા પછી, મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ અને અભિનેત્રીનો સંપર્ક કર્યો. આ અંગે એક ન્યૂઝ એજન્સી એ પોતાના ટ્વિટમાં જણાવ્યું કે મુંબઈ પોલીસે આ અંગે આલિયા ભટ્ટનો સંપર્ક કર્યો. આના પર આલિયા ભટ્ટે મુંબઈ પોલીસને તેના ખાનગી ફોટા પાડનાર ફોટોગ્રાફર અને તેને પ્રકાશિત કરનાર ઓનલાઈન પોર્ટલ સામે ફરિયાદ દાખલ કરવા જણાવ્યું છે. આ સાથે મુંબઈ પોલીસ આ મામલે આલિયા ભટ્ટની પીઆર ટીમ સાથે સતત જોડાયેલી છે.આ મામલામાં ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ આલિયાના સમર્થનમાં આવ્યા છે કારણ કે આ કોઈના અંગત જીવનનો મામલો છે. આ પહેલા પણ ઘણા મામલાઓમાં આવું થતું આવ્યું છે કારણ કે ફોટોગ્રાફર્સ ઘણીવાર સ્ટાર્સના પ્રાઈવેટ ફોટો લીક કરતા હોય છે.