ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022
બુધવાર
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સ્ટારર 'ગંગુબાઈ કાઠિયાવાડી' રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. અગાઉની ફિલ્મોની જેમ જ સંજય લીલા ભણસાલી નિર્દેશિત આ ફિલ્મના નામ પર પણ હોબાળો થયોછે.ફિલ્મમાં આલિયા ભટ્ટનું પાત્ર વાસ્તવિક જીવન ગંગુબાઈની વાર્તા પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ અનેક વિવાદો ઉભા થયા છે. અગાઉ અસલી ગંગુબાઈના પરિવારે આની સામે અવાજ ઉઠાવ્યો હતો. સાથે જ કમાઠીપુરાના લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. લોકોનું કહેવું છે કે તેમને ફિલ્મમાં કમાઠીપુરાના નામના ઉપયોગ અને તેને ખોટી રીતે રજૂ કરવા સામે વાંધો છે.
લોકોનો રોષ જોયા બાદ સ્થાનિક ધારાસભ્ય અમીન પટેલે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. ધારાસભ્યએ અરજી દાખલ કરીને માંગ કરી છે કે ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના નિર્માતાને કમાઠીપુરાનું નામ બદલવાનો આદેશ આપવામાં આવે. બોમ્બે હાઈકોર્ટ આ મુદ્દે આજે એટલે કે બુધવારે સુનાવણી કરશે.મુંબઈમાં સ્થિત કમાઠીપુરા એક સમયે રેડ લાઇટ એરિયા તરીકે જાણીતું હતું. જો કે, થોડા વર્ષો પછી કમાઠી કામદારો તેમના પરિવાર સાથે અહીં રહેવા લાગ્યા.ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું ટ્રેલર રીલિઝ થયા બાદથી કમાઠીપુરાનું નામ ફરી એકવાર રેડ લાઈટ એરિયા તરીકે દેશભરમાં પ્રખ્યાત થઈ ગયું છે. અહીં રહેતા લોકોને તેની સામે વાંધો છે. તેઓ કહે છે કે તેમના વિસ્તારને બદનામ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે તે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યા છે.
સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ લેખક એસ હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઓફ મુંબઈના એક પ્રકરણ પર આધારિત છે. જેમાં આલિયા ભટ્ટને ગંગુબાઈ તરીકે બતાવવામાં આવી છે. તે 1960ના દાયકામાં કમાઠીપુરાની સૌથી શક્તિશાળી પ્રિય અને આદરણીય મેડમ માંની એક હતી.પિટિશનમાં જણાવ્યું છે કે "જો ફિલ્મને કમાઠીપુરા નામથી રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે, તો તે રહેવાસીઓને, ખાસ કરીને મહિલાઓને નુકસાન અને અપમાનનું કારણ બનશે,". 'કમાઠીપુરા' નામનો કોઈ સંદર્ભ હોવો જોઈએ નહીં. "નામ બદલીને કંઈક બીજું કરવું જોઈએ. માયાપુરી અથવા માયાનગરી,". તમને જણાવી દઈએ કે અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અભિનેત્રી ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે.