News Continuous Bureau | Mumbai

Alia Bhatt War 2: શું રિતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે વોર 2 માં જોવા મળશે આલિયા ભટ્ટ? અભિનેત્રી ની એક પોસ્ટ એ આપ્યો સંકેત

Alia Bhatt War 2: આલિયા ભટ્ટે વોર 2નું ટ્રેલર શેર કરીને 14 ઓગસ્ટે થિયેટરમાં મળવાની વાત કરી, ફેન્સે આને ફિલ્મ માં કેમિયો તરીકે જોડાવાનો સંકેત માન્યો

Alia Bhatt hints at cameo in War 2 with Hrithik Roshan and Jr. NTR

News Continuous Bureau | Mumbai 

Alia Bhatt War 2: આલિયા ભટ્ટ ની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી એ ‘વૉર 2’ માં તેના કેમિયો અંગે ચર્ચા તેજ કરી છે. ઋતિક રોશન અને જુનિયર એનટીઆર  ની આ એક્શન-થ્રિલર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ, આલિયાએ ટ્રેલર શેર કરીને લખ્યું: “મજેદાર! 14 ઓગસ્ટે તમારા નજીકના સિનેમા ઘરમાં મળીએ.” આ લખાણથી ફેન્સે માન્યું કે આલિયા ફિલ્મમાં ખાસ દેખાવ આપી શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: ‘બિગ બોસ 19’ ના મેકર્સ એ ચલાવી સલમાન ખાનની ફી પર કાતર, નવા હોસ્ટ્સ અને ફોર્મેટથી થશે મોટો ફેરફાર

‘અલ્ફા’ તરફ ઈશારો કરતો ખાસ સીન્સ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આલિયા અને શર્વરી વાઘ ‘વોર 2’ના પોસ્ટ-ક્રેડિટ સીનમાં દેખાશે. આ સીન માત્ર કેમિયો નહીં, પણ યશરાજ ફિલ્મ્સ ની આગામી મહિલા સ્પાય ફિલ્મ ‘અલ્ફા’  માટે માહોલ બનાવશે. આ સિક્વન્સ એક્શનથી ભરપૂર હશે અને આલિયા-શર્વરી ને સ્પાય એજન્ટ તરીકે રજૂ કરશે.આ કેમિયો સીન આ વર્ષની શરૂઆતમાં ખૂબ જ ગોપનીય રીતે શૂટ કરવામાં આવ્યો હતો. સેટ પર માત્ર પસંદગીના લોકો હાજર હતા. આલિયા અને શાર્વરીના એન્ટ્રીથી YRF સ્પાય યુનિવર્સ  માં નવી દિશા શરૂ થશે. ફેન્સ હવે 14 ઓગસ્ટની રાહ જોઈ રહ્યા છે કે જ્યાં ‘વૉર 2’માં એક્શન ઉપરાંત સરપ્રાઈઝ પણ મળશે.


YRFએ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે તેમની પહેલી મહિલા સ્પાય ફિલ્મ ‘અલ્ફા’ 25 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં હશે. ‘વોર 2’માં તેમનો કેમિયો આ ફિલ્મ માટે પાયો તૈયાર કરશે અને સ્પાય યુનિવર્સને વધુ વિસ્તૃત બનાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Exit mobile version