Alia bhatt on Animal: એનિમલ નું ટ્રેલર જોયા બાદ પતિ રણબીર કપૂર ની ફેન બની આલિયા ભટ્ટ, અધધ આટલી વાર જોયું ફિલ્મ નું ટ્રેલર

Alia bhatt on Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ માં રણબીર કપૂર નો એક અલગજ અંદાજ જોવા મળી રહ્યો છે. હવે એનિમલ નું ટ્રેલર જોયા બાદ આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર ની ફેન બની ગઈ છે. અને તેને એક પોસ્ટ દ્વારા અભિનેતા ના વખાણ કર્યા છે.

by Zalak Parikh
alia bhatt praise ranbir kapoor and his movie animal trailer

News Continuous Bureau | Mumbai 

Alia bhatt on Animal: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હંમેશા એકબીજા ને સપોર્ટ કરતા જોવા મળે છે. આ સપોર્ટ નું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. રણબીર કપૂર ની બહુચર્ચિત ફિલ્મ એનિમલ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. સોશિયલ મીડિયા પર આ ટ્રેલર અને રણબીર કપૂર ના વખાણ થઇ રહ્યા છે. આ બધાની વચ્ચે આલિયા ભટ્ટે પણ પતિ ના વખાણ કર્યા છે.  

 

આલિયા ભટ્ટે શેર કરી પોસ્ટ 

ફિલ્મ એનિમલ નું ટ્રેલર એક્શન થી ભરપૂર છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો બોબી દેઓલ ના તો કેટલાક લોકો રણબીર કપૂર ના તો કેટલાક લોકો અનિલ કપૂર ના વખાણ કરી રહ્યં છે. લોકો ને એનિમલ નું ટ્રેલર પસંદ આવી રહ્યું છે, હવે આલિયા ભટ્ટે પણ ‘એનિમલ‘ના ટ્રેલરના વખાણ કર્યા છે અને તેના પતિ માટે એક નોટ પણ શેર કરી છે.આલિયા ભટ્ટે નોટ શેર કરતા લખ્યું છે, ‘વાસ્તવમાં આખું કેપ્શન ટાઈપ કરી શકતી નથી. 7000મી વખત આ ટ્રેલર જોવામાં ખૂબ વ્યસ્ત છું. અને સાચું કહું તો હું પાગલ છું. મારે આ ફિલ્મ જોવી છે. તમે લોકોએ પણ જોવી જ જોઈએ. મારી જેમ તમારું પણ માથું ચકરાવે ચઢ્યું હશે યાદ રાખો 1 ડિસેમ્બર થી સિનેમાઘરો માં તમારી હાજરી થી આગ લગાડવાની છે.’

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)


આલિયા ભટ્ટ ઉપરાંત રણબીર કપૂર ની માતા નીતુ સિંહ અને બહેન રીધ્ધીમા કપૂર ને પણ ફિલ્મ એનિમલ નું ટ્રેલર ખુબ પસંદ આવ્યું. તમને  જણાવી દઈએ કે, ફિલ્મ એનિમલ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ સમાચાર પણ વાંચોઃ Sunny deol: IFFI 2023ના મંચ પર રાજકુમાર સંતોષી એ કંઈક એવું કહ્યું કે ભાવુક થઈ ગયો સની દેઓલ, આંખમાં આવી ગયા આંસુ, જુઓ વિડીયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More