News Continuous Bureau | Mumbai
Alia Bhatt : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ આવતા અઠવાડિયે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર સિંહ પણ આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આલિયા ભટ્ટ પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન માટે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અભિનેત્રીએ તેની પુત્રી વિશે વાત કરી અને તેણે એમ પણ કહ્યું કે તે નથી ઈચ્છતી કે તેની પુત્રી તેના પગલે ચાલે. તો ચાલો જાણીએ કે તે પોતાની દીકરીને શું બનાવવા માંગે છે.
View this post on Instagram
આલિયા ભટ્ટ દીકરી રાહાને સાયન્ટિસ્ટ બનાવવા માંગે છે
આલિયા ભટ્ટની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 28 જુલાઈ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર અને કેટલાક ગીતો રિલીઝ કરવામાં આવ્યા છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં, આલિયા ભટ્ટ તેના કો-સ્ટાર રણવીર સિંહ સાથે તેની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આલિયા ભટ્ટે ફિલ્મના પ્રમોશન દરમિયાન તેની પુત્રી રાહાના કરિયર વિશે વાત કરી હતી. આલિયા ભટ્ટે કહ્યું, ‘હું જયારે મારી દીકરી ને જોવું છું ત્યારે કહું છું કે તું તો સાયન્ટિસ્ટ જ બનીશ.’ આટલું બોલીને આલિયા ભટ્ટ હસવા લાગે છે અને ત્યાં હાજર મીડિયાના લોકો પણ હસી પડે છે. આલિયા ભટ્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Marathwada : મરાઠવાડામાં ખેડુતો આત્મહત્યા કરવા પર મજબુર.. આંકડો ચોકવનાર… સરકારનો અહેવાલ સામે આવ્યો.. જુઓ અહીંયા..
આલિયા ભટ્ટ નું વર્ક ફ્રન્ટ
આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ઉપરાંત ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ કરણ જોહરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. કરણ જોહર લાંબા સમય બાદ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના નિર્દેશનમાં વાપસી કરી રહ્યો છે. વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ કરણ જોહરે ડિરેક્ટ કરી હતી. આલિયા ભટ્ટના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની પાસે ફિલ્મ ‘જી લે ઝરા’ છે. આ સિવાય આલિયા ભટ્ટ આ વર્ષે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.