News Continuous Bureau | Mumbai
Alia bhatt: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે તાજેતરમાં જ ખુલાસો કર્યો કે તેણે શા માટે તેના લગ્નમાં લહેંગા નહીં પણ સાડી પહેરી હતી. આ સાથે તેણે કહ્યું કે તે સાડીમાં ખૂબ જ આરામદાયક અનુભવે છે. આલિયા હંમેશા તેની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. તેણીના લગ્નમાં, તેણીએ અન્ય અભિનેત્રીઓની જેમ ભારે લહેંગાને બદલે સાડી પહેરીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી.
આલિયા ભટ્ટે લહેંગા ની જગ્યા એ પહેરી હતી સાડી
આલિયા ભટ્ટે તેના ખાસ દિવસ માટે આઈવરી કલર ની સબ્યસાચી એ ડિઝાઇન કરેલી સાડી પસંદ કરી હતી. આ વિશે વાત કરતાં આલિયાએ કહ્યું, ‘મને સાડીઓ ગમે છે. આ દુનિયાનો સૌથી આરામદાયક પોશાક છે, તેથી જ મેં મારા લગ્નમાં લહેંગા નહીં પણ સાડી પહેરી હતી.’આલિયાએ આગળ કહ્યું, ‘હું માનું છું કે એક મહિલા હોવાની સુંદરતા એ છે કે તમે દરેક સમયે અલગ-અલગ પ્રકારનાં કપડાં પહેરી શકો. હું પેન્ટ સૂટ અથવા કોઈ અન્ય સ્ટાઇલિશ ગાઉન પહેરી શકું છું. એક મહિલા હોવાના કારણે મારી પાસે મારા વોર્ડરોબ માં કપડાંનું સારું કલેક્શન છે. મને લાગે છે કે સ્ત્રી હોવાનો આ સૌથી મોટો ફાયદો છે. આપણે તેની ઉજવણી કરવી જોઈએ.’
View this post on Instagram
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ના લગ્ન ના પોશાક
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલ, 2022ના રોજ મુંબઈમાં તેમના ઘરે લગ્ન કર્યા હતા. તેમના ખાસ દિવસે, વર અને વધુ પ્રખ્યાત ડિઝાઇનર સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરાયેલ સુંદર પોશાક માં જોવા મળ્યા હતા. અભિનેત્રીએ સામાન્ય બ્રાઇડલ લહેંગાને છોડી આઈવરી કલર ની ઓર્ગેન્ઝા સાડી પસંદ કરી હતી. આ સાથે તેણે કુંદન જ્વેલરી પહેરી હતી, પરંતુ મેકઅપ સિમ્પલ રાખ્યો હતો.જ્યારેકે રણબીર કપૂરે પણ આલિયા ભટ્ટ ના પોશાક ને મેળ ખાતી શેરવાની પહેરી હતી.
આ સમાચાર પણ વાંચો : Sushmita sen on aarya 3: ‘સિંહણ પાછી આવી રહી છે’, સુષ્મિતા સેને અલગ અંદાજ માં જાહેર કરી તેની વેબ સિરીઝ ‘આર્યા 3’ ની રિલીઝ ડેટ