News Continuous Bureau | Mumbai
Alia bhatt: ગઈકાલે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમની દીકરી રાહા કપૂર નો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. દીકરી ના જન્મદિવસ પર આલિયા ભટ્ટે બર્થડે સેલિબ્રેશન ની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં રાહા કેક સાથે રમતી જોઈ શકાય છે, જોકે હજુ સુધી આલિયા એ તેની દીકરી નો ચહેરો બતાવ્યો નથી.
આલિયા ભટ્ટે શેર કરી પોસ્ટ
આલિયા ભટ્ટે તેની દીકરી રાહા કપૂર ના જન્મદિવસ ની ઉજવણી ની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં એક તસવીર માં રાહા કેક સાથે રમી રહી છે, તો બીજી તસવીર માં આલિયા રાહા અને રણબીર પૂજા કરી રહ્યા છે. આલિયાએ તસવીરો શેર કરી લખ્યું, ‘આપણી ખુશી, આપણું જીવન… અમારું પ્રકાશ. એવું લાગે છે કે ગઈકાલે જ અમે તારા માટે આ ગીત વગાડતા હતા, જ્યારે તે મારા પેટમાં લાત મારી રહી હતી.. કહેવા માટે કંઈ નથી, માત્ર એટલું જ કે અમે તને અમારા જીવન માં લાવી ને ધન્ય થઇ ગયા… તું દરરોજ અમને એક સ્વાદિષ્ટ કેક ના ટુકડા જેવો અનુભવ કરાવે છે . હેપી બર્થડે બેબી ટાઈગર.. અમે તમને પ્રેમ કરતા પણ વધુ પ્રેમ કરીએ છીએ.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ના લગ્ન 22 એપ્રિલ 2022 માં થયા હતા ત્યારબાદ 6 નવેમ્બર 2022 માં આલિયા એ એક પુત્રી ને જન્મ આપ્યો જેનું નામ તેમને રાહા પાડ્યું. આલિયા અને રણબીર ની પુત્રી હવે એક વર્ષ ની થઇ ગઈ છે.
આ સમાચાર પણ વાંચોઃ Ananya pandey: એક અઠવાડિયા પછી પણ ચાલુ છે અનન્યા પાંડે નું બર્થડે સેલિબ્રેશન, કથિત બોયફ્રન્ડ આદિત્ય રોય કપૂર બાદ હવે આ અભિનેત્રી સાથે અનન્યા એ મનાવ્યો જન્મદિવસ, જુઓ વિડીયો