Site icon

Alia Bhatt Post: ૨૦૨૬ના નવા વર્ષમાં આલિયા-રણબીરની ‘રાહા’ સાથે મસ્તી: દરિયાકિનારે વેકેશનની ક્યૂટ તસવીર વાયરલ; ફેન્સ થયા ફિદા

Alia Bhatt Post: ‘આગળ વધતા રહો વહાલા...’ કેપ્શન સાથે આલિયાએ શેર કરી વર્ષની પહેલી ફોટો; રણબીરે લાડલી રાહાને હવામાં ઉછાળી, જુઓ પરફેક્ટ ફેમિલી મોમેન્ટ.

Alia Bhatt shares adorable family photo with Ranbir and Raha to welcome 2026

Alia Bhatt shares adorable family photo with Ranbir and Raha to welcome 2026

News Continuous Bureau | Mumbai

Alia Bhatt Post: આલિયા ભટ્ટે વર્ષની પ્રથમ ફેમિલી ફોટો શેર કરી છે. આ તસવીરમાં આલિયા, રણબીર અને રાહા દરિયાકિનારે સનસેટ (સૂર્યાસ્ત) ના સુંદર નજારાની મજા લેતા જોવા મળે છે. રણબીર તેની લાડલી પુત્રી રાહાને હવામાં ઉછાળીને મસ્તી કરી રહ્યો છે, જ્યારે આલિયા આ પિતા-પુત્રીની જોડીને જોઈને મલકાઈ રહી છે. આલિયાએ આ પોસ્ટ સાથે ‘Move on keep moving sweet one…’ એવું સુંદર કેપ્શન લખ્યું છે અને ૨૦૨૬ માટે શુભેચ્છા પાઠવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : OMG 3: ૨૮ વર્ષનો ઈન્તઝાર અને એક મોટી જાહેરાત! ‘OMG 3’ માં અક્ષય કુમાર સાથે આ દિગ્ગજ અભિનેત્રી મચાવશે ધમાલ

રણબીર આલિયા નું  વર્કફ્રન્ટ

બોલિવૂડનું પાવર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે આ વર્ષે બે મોટા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. જેમાં પ્રથમ યશરાજ ફિલ્મ્સની સ્પાય એક્શન થ્રિલર ‘અલ્ફા’ (Alpha) છે, જેમાં તેની સાથે શરવરી વાઘ અને બોબી દેઓલ જોવા મળશે. આ ઉપરાંત, તે સંજય લીલા ભણસાલીની મહત્વાકાંક્ષી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ (Love & War) માં પતિ રણબીર કપૂર અને વિક્કી કૌશલ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.


બીજી તરફ, રણબીર કપૂર માટે વર્ષ ૨૦૨૬ કારકિર્દીનું સૌથી મહત્વનું વર્ષ સાબિત થઈ શકે છે. તે નિતેશ તિવારીની ભવ્ય ફિલ્મ ‘રામાયણ’ (Ramayana) માં ભગવાન રામનો અવતાર ધારણ કરશે. આ બહુપ્રતિક્ષિત ફિલ્મનો પ્રથમ ભાગ ૨૦26ની દિવાળી પર રિલીઝ થવાની શક્યતા છે. આ ફિલ્મમાં રણબીરની સાથે સાઈ પલ્લવી (સીતા), યશ (રાવણ) અને સની દેઓલ (હનુમાન) જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Asha Bhosle Last Rites: આશા તાઈના અંતિમ દર્શન માટે ઉમટી મેદની: સચિન તેંડુલકર અને રિતેશ દેશમુખે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી, મુંબઈમાં ગમગીનીનો માહોલ
Ranveer Allahbadia Girlfriend: શું રણવીર અલ્હાબાદિયા અને જૂહી ભટ્ટ રિલેશનશિપમાં છે? આઈપીએલની મેચમાં સાથે જોવા મળતા ચાહકોમાં શરૂ થઈ ચર્ચા
IPL Tribute to Asha Bhosle: ક્રિકેટના મેદાનમાં ગુંજ્યો ‘આશા’નો અવાજ: વાનખેડે સ્ટેડિયમમાં ખેલાડીઓએ મૌન પાળી સૂર સમ્રાજ્ઞીને આપી છેલ્લી વિદાય
Asha Bhosle Queen of Indipop: ઉંમર માત્ર એક નંબર છે! આશા ભોંસલેએ ‘જાનમ સમજા કરો’ થી સાબિત કરી દીધું કે તેઓ જ છે અસલી પોપ ક્વીન
Exit mobile version