ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 ફેબ્રુઆરી 2022
શનિવાર
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં આલિયા ભટ્ટની જોરદાર સ્ટાઈલ જોવા મળે છે. પ્રખ્યાત લેખક હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ'ના પ્રકરણ પર આધારિત સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે વિજય રાઝ, શાંતનુ મહેશ્વરી, સીમા ભાર્ગવ પાહવા, ઈન્દિરા તિવારી અને વરુણ કપૂર છે.'ગંગુબાઈ કાઠિયાવાડી'માં અજય દેવગન, હુમા કુરેશી અને ઈમરાન હાશ્મી કેમિયો રોલમાં જોવા મળશે. તેમજ , અભિનેતા વિજય રાજ તેની જોરદાર અભિનયથી ફરી એકવાર એક ખાસ ઓળખ બનાવવા જઈ રહ્યા છે. 3 મિનિટના આ ટ્રેલરમાં ગંગુબાઈની આસપાસ ફરતી વાર્તા બતાવવામાં આવી છે જેમાં તે કેવી રીતે ગંગુબાઈ કાઠિયાવાડી બનશે તે જાણવા મળશે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના મુખ્ય પાત્રની વાત કરીએ તો તે મુંબઈની માફિયા રાણી ગંગુબાઈ પર આધારિત છે. જે એક છોકરીની વાર્તા કહેશે જે ખૂબ જ નાની ઉંમરમાં દેહવ્યાપારના ધંધામાં ધકેલાઈ જાય છે. આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેની રિલીઝ ડેટ આગળ ધકેલાતી ગઈ. સંજય લીલા ભણસાલી અને જયંતિલાલ ગડા દ્વારા નિર્મિત ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને 72માં બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ માટે પસંદ કરવામાં આવી છે. આલિયા ભટ્ટના કામની વાત કરીએ તો તેની પાસે આવનારા સમયમાં ઘણા મોટા પ્રોજેક્ટ છે.
