Site icon

 આલિયા ભટ્ટે તેના જન્મદિવસ પર પહેર્યો અધધ આટલા લાખનો બ્લેક મિનિ ડ્રેસ, કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

16 માર્ચ 2021

ગઈકાલે એટલે કે 15મી માર્ચના રોજ બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે તેનો 28 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આલિયા ભટ્ટના જન્મદિવસની પાર્ટી કરણ જોહરના ઘરે રાખવામાં આવી હતી. તેના જન્મદિવસ પર આ પાર્ટીમાં ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા.

આલિયાએ તેના જન્મદિવસ પર બ્લેક ગ્લીટરિંગ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ડ્રેસની નેકલાઈનમાં ગુલાબના ફૂલની ડિઝાઇન હતી. ખુલ્લા વાળ અને સ્મોકી આઈ લુકમાં આલિયા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. આલિયાએ મેગડા બટ્રિમનો બ્લેક મિનિ ડ્રેસ પહેર્યો હતો. 

આલિયા આ ગ્લેમરસ લુકને લઈને ચર્ચામાં છે. આ ડ્રેસની કિંમત એટલી વધારે છે કે તમને જાણીને આશ્ચર્ય થશે. આલિયાના આ બર્થડે ડ્રેસની કિંમત $ 2,572 એટલે કે 1,86,645 રૂપિયા છે.  

ઉલ્લેખનીય છે કે દિગ્ગજ નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટ  બોલીવુડના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચુકી છે. તેણે પોતાના નાના કરિયરમાં ઘણી નામના મેળવી છે. હવે તે 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'બ્રહ્માસ્ત્ર' તથા 'RRR'માં જોવા મળશે.

 

Dhurandhar: ‘ધુરંધર’ની સફળતાનું રહસ્ય: માત્ર ૨૨ વર્ષના આ યુવાને એડિટ કર્યા ટ્રેલર-ટીઝર, અભિનેત્રી યામી ગૌતમ સાથે છે ખાસ કનેક્શન!
Abhishek Bachchan: એક્ટિંગ ઉપરાંત કરોડોની કમાણી: અભિષેક બચ્ચનનું સ્પોર્ટ્સ અને રિયલ એસ્ટેટનું બિઝનેસ એમ્પાયર જાણીને ચોંકી જશો!
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા’ શો બંધ થવાના સમાચારો પર મેકર્સે અંતે આપી દીધું નિવેદન, જાણો શું છે હકીકત!
Dhurandhar : સંજય દત્તની ફૅન હોવા છતાં લીગલ એક્શનની તૈયારી: ‘ધુરંધર’માં ચૌધરી અસલમનું ચિત્રણ વિવાદમાં
Exit mobile version