News Continuous Bureau | Mumbai
69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત શનિવારે એટલે કે 24 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. સ્ટાર્સ હંમેશા આ એવોર્ડની આતુરતાથી રાહ જોતા હોય છે. 24 ઓગસ્ટના રોજ વિવિધ કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આલિયા ભટ્ટ, કૃતિ સેનન અને વિકી કૌશલ જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. સ્ટાર્સ એવોર્ડ મળવાની ખુશી સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં હવે આલિયા ભટ્ટે પણ એવોર્ડ મળતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખાસ તસવીરો સાથે પોતાની ખુશી વ્યક્ત કરી છે.
આલિયા બની ગંગુબાઈ
બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મેળવીને ખુશ આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાંઆલિયા ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો સિગ્નેચર પોઝ આપતી જોવા મળી રહી છે. ફોટામાં આલિયા બગીચામાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે સફેદ શર્ટ અને બ્લેક જીન્સ પહેરેલ છે. સાથે જ એવોર્ડ મળવાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.આ તસવીરો શેર કરતા આલિયાએ કેપ્શનમાં લખ્યું, ‘સંજય સર.. આખી ટીમને.. મારા પરિવારને.. મારી ટીમ અને મારા દર્શકોને.. આ રાષ્ટ્રીય પુરસ્કાર તમારો છે.. કારણ કે તમારા વિના કંઈ જ શક્ય નથી. .. સાચે !!! હું ખૂબ જ આભારી છું.. હું આવી ક્ષણોને હળવાશથી લેતી નથી.. હું શક્ય હોય ત્યાં સુધી મનોરંજન કરવાનું ચાલુ રાખવાની આશા રાખું છું.. પ્રેમ અને પ્રકાશ.. ગંગુ.’
View this post on Instagram
આલિયા એ કૃતિ સેનન ને પાઠવ્યા અભિનંદન
આ સાથે આલિયા ભટ્ટે પોતાની પોસ્ટમાં કૃતિ સેનનના પણ વખાણ કર્યા છે. કૃતિને તેની ફિલ્મ ‘મિમી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. જેના પર આલિયાએ લખ્યું કે, મને યાદ છે કે જે દિવસે મેં ‘મિમી’ જોઈ હતી તે દિવસે તમને મેસેજ કર્યો હતો. તે આટલું પ્રામાણિક અને શક્તિશાળી પ્રદર્શન હતું.. તે જોયા પછી હું ખૂબ રડી.. તમે ખૂબ જ આકર્ષક અને લાયક છો.. ચમકતા રહો….’ આલિયાની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને યૂઝર્સ એવોર્ડ મેળવવાની ખુશીમાં તેને અભિનંદન આપી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : rakhi sawant: રાખી સાવંત ની મુશ્કેલી વધી, આદિલ બાદ હવે ડ્રામા ક્વીન ની બેસ્ટ ફ્રેન્ડ એ ખોલી પોલ ! અભિનેત્રી વિરુદ્ધ કરી આ કાર્યવાહી