News Continuous Bureau | Mumbai
Allu arjun: અલ્લુ અર્જુન સાઉથ નો લોકપ્રિય અભિનેતા છે. અલ્લુ અર્જુન ની ફેનફોલોઇંગ જબરજસ્ત છે. અભિનેતા ની એક ઝલક મેળવવા ચાહકો આતુર હોય છે. હવે અલ્લુ અર્જુન તેના નજીકના મિત્ર અને YSRCP ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડીના ઘર નંદીયાલ પહોંચ્યો હતો. જેવી ચાહકો ને ખબર પડી કે અભિનેતા નંદીયાલ માં છે તો તેની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ ઉમટી પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા વિરુદ્ધ IPCની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Anupama Gaurav sharma: શું અનુપમા માં તોશુ બની ને આવી રહ્યો છે આ અભિનેતા? યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં કરી ચુક્યો છે કામ
અલ્લુ અર્જુન વિરુદ્ધ નોંધાયો કેસ
અલ્લુ અર્જુનને જોવા રવિચંદ્ર ના ઘરે મોટી સંખ્યામાં ચાહકો અને સમર્થકો આવ્યા હતા અને તેના કારણે કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી જેના કારણે લોકોને ઘણી મુશ્કેલી પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા અલ્લુ અર્જુન અને રવિ ચંદ્ર કિશોર રેડ્ડીની ટીમ દ્વારા કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી, તેથી અલ્લુ અર્જુન અને રવિ ચંદ્ર રેડ્ડી વિરુદ્ધ આઈપીસીની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Actor Allu Arjun and YSRCP MLA Ravi Chandra Kishore Reddy are accused of allowing a large public gathering at the MLA’s residence, violating the Model Code of Conduct ahead of the Andhra Pradesh elections.
MLA Reddy allegedly invited Allu Arjun without prior permission from… pic.twitter.com/6z6RYRwMCz
— IndiaToday (@IndiaToday) May 12, 2024
મીડિયા રિપોર્ટ મુજબ આ દરમિયાન અલ્લુ અર્જુન ની પત્ની સ્નેહા પણ તેની સાથે હાજર હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)