Site icon News Continuous Bureau | Mumbai

Allu arjun: સંધ્યા થિયેટર પીડિત ને અલ્લુ અર્જુન ની જગ્યા એ મળ્યા પરિવાર ના આ સભ્ય, સાથે જ ‘પુષ્પા’ નું શ્રી તેજ ને ના મળવાનું પણ જણાવ્યું કારણ

Allu arjun: અલ્લુ અર્જુન તો સંધ્યા થિયેટર ની બહાર થયેલી નાસભાગ માં પોતાનો જીવ ગુમાવાનર રેવતી ના ઘાયલ દીકરા શ્રી તેજ ને મળવા તેના પરિવાર નો એક સભ્ય હોસ્પિટલ પહોંચ્યો હતો તેમજ તેને અલ્લુ અર્જુને હજુસુધી તે પીડિત ની મુલાકાત કેમ નથી લીધી તેનું કારણ પણ જણાવ્યું હતું

allu arjun father allu arvind visit stampede victim in hospital

allu arjun father allu arvind visit stampede victim in hospital

News Continuous Bureau | Mumbai 

Allu arjun: અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2 ના સ્ક્રીનિંગ દરમિયાન હૈદરાબાદ ના સંધ્યા થિયેટર માં નાસભાગ થઇ હતી આ દરમિયાન રેવતી નામ ની મહિલા નું મૃત્યુ થયું હતું તેમજ તેનો દીકરો શ્રી તેજ ઘાયલ થયો હતો. હાલ શ્રી તેજ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે નાસભાગ બાદ, અભિનેતા અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં અલ્લુ અર્જુનની પણ ધરપકડ કરવામાં આવી છે. હવે અભિનેતાના પિતા અલ્લુ અરવિંદ પીડિત બાળક ને હોસ્પિટલ માં મળવા ગયા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Vivian Dsena: બિગ બોસ 18 ના હાઈએસ્ટ પેડ સભ્ય વિવિયન ડીસેના ની નેટવર્થ જાણી ઉડી જશે તમારા હોશ, જાણો અભિનેતા ની એક એપિસોડ ની ફી

અલ્લુ અર્જુન ના પિતા પીડિત બાળક શ્રી તેજ ને મળ્યા 

અલ્લુ અર્જુન ના પિતા અલ્લુ અરવિંદ શ્રી તેજ ને મળ્યા બાદ એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે, “હું હમણાં જ શ્રી તેજને આઈસીયુમાં મળ્યો છું. મેં તેમની સંભાળ લેતા ડૉક્ટરો સાથે વાત કરી છે. છેલ્લા 10 દિવસમાં છોકરો ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ તેમાં વધુ સમય લાગી શકે છે. અમે તેના સ્વસ્થ થવાની રાહ જોઈ રહ્યા છીએ. અમે તમામ શક્ય મદદ આપવા તૈયાર છીએ. હું આભારી છું કે કે સરકાર પણ તેને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે આગળ આવી છે.”


અલ્લુ અર્જુન નું શ્રી તેજ નું ના મળવા પાછળ નું કારણ આપતા અલ્લુ અરવિંદે જણાવ્યું કે, “ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે અલ્લુ અર્જુન હજુ સુધી હોસ્પિટલમાં કેમ નથી ગયો. તે નાસભાગના બીજા દિવસે તેમને મળવા માંગતો હતો. જો કે, હોસ્પિટલ સત્તાવાળાઓએ તેને સુરક્ષાના કારણોસર ત્યાં જ રહેવા કહ્યું. તે જ દિવસે તેની સામે કેસ નોંધવામાં આવ્યો. થઈ અમારી કાનૂની ટીમે અલ્લુ અર્જુનને હોસ્પિટલમાં ન જવાની કે તેના માતા-પિતાને ના મળવાની સલાહ પણ આપી છે. મેં આજે બાળકને મળવા માટે અધિકારીઓ પાસેથી પરવાનગી લીધી છે, કારણ કે તેને ખરાબ લાગે છે કે તે તેમને મળી નથી શક્યો. હું સીએમ રેવન્ત રેડ્ડી, પોલીસ અને હોસ્પિટલના અધિકારીઓનો આભાર માનું છું.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version