News Continuous Bureau | Mumbai
Pushpa 2: પુષ્પા 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે તેવામાં અલ્લુ અર્જુન મુશ્કેલી માં મુકાયો છે વાસ્તવ માં ફિલ્મ રિલીઝ ના એક દિવસ પહેલા ફિલ્મ નું પ્રીમિયર યોજાયું હતું પરંતુ આ દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. પોતાના ફેવરિટ સ્ટારઅલ્લુ અર્જુનની એક ઝલક મેળવવા ચાહકો બેકાબુ બન્યા હતા અને થિયેટરમાં નાસભાગ મચી ગઈ, જેમાં એક મહિલા નું મૃત્યુ થયું અને તેના નાના પુત્રને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.હવે આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Pushpa 2: પુષ્પા 2 ના પ્રીમિયર માં અલ્લુ અર્જુન ને જોવા એકઠી થયેલી ભીડ પર પોલીસે કર્યો લાઠીચાર્જ, નાસભાગ માં ઘટી આવી દર્દનાક ઘટના
અલ્લુ અર્જુન વિરુદ્ધ નોંધાયો કેસ
મીડિયા રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન પર થિયેટરમાં નાસભાગ માટે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ નો આરોપ છે કે અભિનેતા પોલીસને અગાઉથી જાણ કર્યા વિના સ્થળ પર પહોંચી ગયો હતો, જેના કારણે સરખી વ્યવસ્થા થઇ શકી નહોતી. થિયેટર માં અલ્લુ અર્જુન ને જોવા એકઠી થયેલી ભીડને કારણે ગૂંગળામણને કારણે એક મહિલાના મૃત્યુના સંબંધમાં અભિનેતા અલ્લુ અર્જુન અને અન્ય લોકો સામે ગુરૂવારે કેસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનની જોગવાઈઓ ન કરવા બદલ થિયેટર મેનેજમેન્ટ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
Trouble mounts for #Pushpa2TheRule star #AlluArjun
Case booked against Actor Allu Arjun, his Security and #SandhyaTheatre , followed the death of a woman Revathi and her son critical : Central Zone DCP, Akshansh Yadav.
•FIR registered U/s 105, 118(1) r/w 3(5) of… https://t.co/9JG0ZV2sD9 pic.twitter.com/S65FqFrg4B
— Surya Reddy (@jsuryareddy) December 5, 2024
પોલીસ ના જણાવ્યા અનુસાર તે મહિલા નું નામ રેવતી હતું જે 35 વર્ષ ની હતી. તે મહિલા ની સાથે તેનો 13 વર્ષનો પુત્ર શ્રીતેજ પણ હતો, જેને પણ ગૂંગળામણ ની સમસ્યા થઇ હતી અને હાલ તેનો હોસ્પિટલ માં ઈલાજ ચાલી રહ્યો છે.મહિલા ના મૃત્યુ બાદ મૃતકના પરિવારની ફરિયાદના આધારે, પોલીસે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 અને 118(1) હેઠળ કેસ નોંધ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
 
			         
			        