Alpha: અફવાઓથી સાવધ! આલિયા ભટ્ટની ‘Alpha’ ડાયરેક્ટ OTT પર રિલીઝ નથી થઈ રહી, મેકર્સે પ્લાનિંગ વિશે કર્યો મોટો ખુલાસો.

Alpha: આલિયા ભટ્ટ અને શરવરી વાઘના હાઈ-ઓક્ટેન એક્શન સીન્સ મોટા પડદા પર જ જોવા મળશે; બોબી દેઓલ અને અનિલ કપૂર પણ મચાવશે ધૂમ

by Zalak Parikh
Alpha Movie Rumors Debunked: Alia Bhatt and Sharvari Wagh Starrer to Release in Theaters, Not Directly on OTT

News Continuous Bureau | Mumbai

Alpha: યશરાજ ફિલ્મ્સ  ના સ્પાય યુનિવર્સની પ્રથમ ફિમેલ લીડ ફિલ્મ ‘અલ્ફા’ ને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે મેકર્સ તેને થિયેટરને બદલે સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. જોકે, તાજેતરના અહેવાલો અનુસાર આ વાત પાયાવિહોણી છે. મેકર્સ શરૂઆતથી જ આ ફિલ્મને મોટા પડદા પર ભવ્ય રીતે રજૂ કરવા માટે તૈયાર કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Drone Controversy : શૂટિંગમાં એક્શનને બદલે થઈ પોલીસની એન્ટ્રી! ‘ધુરંધર 2’ ની ટીમ વિરુદ્ધ FIR, જાણો કયા કારણોસર ડાયરેક્ટરની મુશ્કેલી વધી

મેકર્સ નો ખુલાસો 

આલિયા ભટ્ટ અને શરવરી વાઘ આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન અવતારમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ અત્યારે અંતિમ તબક્કામાં છે અને મેકર્સ વર્ષ 2026 ના ત્રીજા ક્વાર્ટરમાં તેને સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ફિલ્મ દ્વારા આલિયા ભટ્ટ YRF સ્પાઉ યુનિવર્સમાં સત્તાવાર પ્રવેશ કરશે.અહેવાલો મુજબ, YRF સ્ટુડિયોમાં આલિયા, શરવરી, અનિલ કપૂર અને બોબી દેઓલ સાથે શૂટિંગનું છેલ્લું શિડ્યુલ ચાલી રહ્યું છે, જે આગામી સપ્તાહ સુધીમાં પૂર્ણ થઈ જશે. આ ફિલ્મમાં અનિલ કપૂર સ્પાય ચીફ તરીકે જોવા મળશે, જ્યારે બોબી દેઓલ ‘એનિમલ’ બાદ ફરી એકવાર શક્તિશાળી વિલનની ભૂમિકામાં જોવા મળે તેવી શક્યતા છે. શિવ રવૈલ આ હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


સોશિયલ મીડિયા પર ફિલ્મ પોસ્ટપોન થવાની વાતોને કારણે એવી ચર્ચા શરૂ થઈ હતી કે મેકર્સ નુકસાનથી બચવા OTT નો રસ્તો અપનાવી શકે છે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મના એક્શન સીન્સ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) એટલા મોટા પાયે છે કે તેનો અસલી અનુભવ માત્ર થિયેટરમાં જ થઈ શકે. શૂટિંગ પૂરું થયા બાદ તરત જ પોસ્ટ-પ્રોડક્શનનું કામ શરૂ થશે, જેથી ફિલ્મ સમયસર રિલીઝ થઈ શકે.અલ્ફા’ પછી YRF ના સ્પાઉ યુનિવર્સમાં ‘વોર 2’ અને ‘પઠાણ 2’ જેવી ફિલ્મો પણ પાઈપલાઈનમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More