ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 સપ્ટેમ્બર 2020
બોલીવુડના સુપર સ્ટાર કહેવાતા અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં પોતાના ચાહકો સાથે નવા રૂપમાં એટલે કે એમેઝોન એલેક્ઝાના નવા અવાજ તરીકે જોવા મળશે. એમેઝોને બિગ બી સાથેની એક પાર્ટનરશિપની જાહેરાત કરી છે. જે મુજબ 2021થી આ પેડ સર્વિસ શરૂ થશે પરંતુ જો યુઝર્સ તેનો પ્રિવ્યૂ જોવા ઈચ્છે છે તો એલેક્સા ઈનબિલ્ડ ડિવાઇસમાં કરી શકે છે. તેમણે એટલું કહેવાનું રહેશે કે, એલેક્સા, અમિતાભ બચ્ચનકો હેલો કહો. અમિતાભ બચ્ચન એલેક્સાની અવાજ બનનારા પહેલા ઇન્ડિયન સેલેબ છે. તેનું નામ બચ્ચન એલેક્ઝા રાખવામાં આવ્યું છે. તેમાં બિગ બીના અવાજમાં ટુચકાઓ, હવામાનની સ્થિતિ, સલાહ, શાયરી, કવિતાઓ અને અન્ય વસ્તુઓ શામેલ હશે.
આ નવી ભાગીદારી અંગે અમિતાભ બચ્ચને કહ્યું, ટેક્નોલોજીએ મને હંમેશાં નવા રૂપમાં ઢળવાનો મોકો આપ્યો છે. ફિલ્મો, ટીવી શો, પોડકાસ્ટ અને હવે હું એમેઝોનની એલેક્સાનો અવાજ બનવા માટે ઉત્સુક છું. વોઇસ ટેક્નોલોજી મારફતે આપણે આપણી ઓડિયન્સ અને ફેન્સ સાથે વધુ પ્રભાવી રીતે જોડાવા માટે કંઈક નવું કરી રહ્યા છીએ.
બિગ બી એલેક્સાની અવાજ બનનારા પહેલા ઇન્ડિયન સેલેબ બન્યા છે, જ્યારે સેમ્યુઅલ એલ જેક્સન એલેક્સાની અવાજ બનનારા પહેલા સેલેબ હતા. જેક્સન એલેક્સા માત્ર અંગ્રેજી યુએસમાં જ અવેલેબલ છે. એમેઝોનની જાહેરાત પછી તે ભારતમાં પણ અવેલેબલ હશે. તેના ઇનિશિયલ ડેમો પરથી ખબર પડે છે કે આ હિન્દીમાં જ હશે. હજુ એ સ્પષ્ટ નથી કે બચ્ચનનો અવાજ અંગ્રેજીમાં પણ હશે કે નહીં. એલેક્સા એમેઝોન ઇકો ડિવાઇસ, ફાયર ટીવી સ્ટિક અને કોઈ થર્ડ પાર્ટી ફોન, બ્લુટૂથ સ્પીકર, હેડફોન, વોચ અને ટીવી પર અવેલેબલ છે. આ એન્ડ્રોઇડ પર એલેક્સા એપ અથવા એમેઝોન એપના માધ્યમથી પણ અવેલેબલ છે.