ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જૂન 2021
મંગળવાર
ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' ફેમ અભિનેત્રી અમિષા પટેલ ઘણા સમયથી ફિલ્મોથી દૂર હતી, પરંતુ એક સમય એવો હતો જ્યારે અભિનેત્રી દરેકના દિલ પર રાજ કરતી હતી. કહો ના પ્યાર હૈ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કરનારી અમિષા એક કે બીજા કારણોસર ચર્ચામાં રહે છે

અભિનેત્રી અમિષા પટેલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના બોલ્ડ ફોટોસ અને વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ પર અપલોડ કરતી રહે છે. હવે ફરી એકવાર અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
આ તસવીરોમાં અમીષા પટેલએ નિયોન ગ્રીન ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. અમીષા પટેલના સોશિયલ મીડિયા પર હજારો ચાહકો છે, જે તેમના ફોટા પર લાઈક્સ અને કમેન્ટ્સ કરે છે.

આપને જણાવી દઈએ કે અમિષા પટેલ બોલિવૂડમાં તેની સુંદરતા અને બોલ્ડનેસ માટે પ્રખ્યાત છે. અમિષા પટેલ તેના ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલ અને ક્યારેક બોલ્ડ અવતારથી ઇન્સ્ટાગ્રામ પર હેડલાઇન્સ બનાવતી રહે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિષા પટેલે 8 વર્ષ પહેલાં બોલીવુડની સફર શરૂ કરી હતી. 8 વર્ષના કારકિર્દીમાં અમિષાએ ‘કહો ના પ્યાર હૈ’ થી ‘ગદર-એક પ્રેમ કથા’ અને ‘હમરાજ’ જેવી ફિલ્મોમાં તમામ પ્રકારના પાત્રો ભજવી ચૂકી છે.