News Continuous Bureau | Mumbai
Amitabh bachchan: અમિતાભ બચ્ચન અને તેનો પરિવાર હાલ ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, અભિષેક અને ઐશ્વર્યા રાય વચ્ચે કઈ બરાબર ચાલી નથી રહ્યું આ સાથે એવા પણ સમાચાર વહેતા થયા હતા કે ઐશ્વર્યા અભિષેક થી છૂટાછેડા લેવા માંગે છે.હજુ આ સમાચાર ઠંડા થાય તે પહેલા અમિતાભ બચ્ચન ચર્ચામાં આવ્યા. અમિતાભ બચ્ચને પોતાનો પ્રતીક્ષા બંગલો દીકરી શ્વેતા બચ્ચન ના નામે કરી ને ચર્ચામાં આવ્યા. હવે સવાલ એ ઉભો થાય છે કે અમિતાભ બચ્ચન પોતાની કરોડો ની સંપત્તિ કોના નામે કરશે.
અમિતાભ બચ્ચન ની સંપત્તિ
મીડિયા રીપોર અનુસાર અમિતાભ બચ્ચન ની કુલ સંપત્તિ 3190 કરોડ છે. અમિતાભ બચ્ચન હાલ માં જે બંગલા માં રહે છે તે આલીશાન બંગલા જલસાની કિંમત ₹112 કરોડ છે. આ ઉપરાંત તેમની પાસે જનક અને વત્સ જેવા બંગલા પણ છે. આ સાથે તેઓ મોંઘી અને લક્ઝ્યુરિયસ વાહનોના માલિક પણ છે. જેની કિંમત કરોડોમાં છે. આ સાથે બિગ બી પાસે એક પ્રાઈવેટ જેટ પણ છે જેની કિંમત લગભગ ₹260 કરોડ છે. અમિતાભ પાસે માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ઘણી પ્રોપર્ટી છે. અમેરિકા, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશોમાં તેમના ઘર છે. આ ઉપરાંત તેમની લોસ એન્જલસમાં એક હવેલી પણ છે
આ સમાચાર પણ વાંચોઃ Avatar 3: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા આવી રહી છે અવતાર 3, જેમ્સ કેમરુન એ જાહેર કરી ફિલ્મની રિલીઝ ડેટ
અમિતાભ બચ્ચને એક ઇવેન્ટ દરમિયાન તેમની સંપત્તિ કોને મળશે તે અંગે ખુલાસો કર્યો હતો. બિગ બી એ જણાવ્યું હતું કે, ‘જયારે હું નહીં રહું ત્યારે મારી સંપત્તિ મારા બે સંતાનો અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે.’ આનો અર્થ એ છે કે અમિતાભ બચ્ચનની સંપત્તિ પર માત્ર અભિષેક બચ્ચનનો જ અધિકાર નહીં હોય, શ્વેતા બચ્ચનનો પણ તેમાં સમાન અધિકાર હશે.