ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર
રાજ્ય સભાના સાંસદ સભ્ય જયા બચ્ચને ભરી સંસદમાં ભારતીય જનતા પાર્ટીને બુરે દિન નો શ્રાપ આપ્યો હતો. જયા બચ્ચન ના આ શ્રાપ પાછળનું ખરું કારણ તો તેઓ જાણે. પરંતુ તેમના પતિ એટલે કે અમિતાભ બચ્ચનને આ શ્રાપ સાથે કઈ લેવાદેવા નથી એવું લાગી રહ્યું છે.
વાત એમ છે કે અમિતાભ બચ્ચન મોદી સરકારના સૌથી ફેવરેટ બ્રાન્ડ એમ્બેસેડર છે. અનેક જાહેરાતોમાં તેમના ફોટોગ્રાફ્સ છપાય છે. આજે પણ તેઓ આ પોસ્ટરો અને જાહેરાતો સાથે જોડાયેલા છે. જાણો કઈ-કઈ જાહેરાતોમાં તેઓ ચમકે છે.
૧. દરવાજા બંધ અભિયાન
૨. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
૩. પલ્સ પોલિયો અભિયાન
૪. સ્વચ્છતા અભિયાન
અમિતાભ બચ્ચન ભૂતકાળમાં ગુજરાત રાજ્યના પણ બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે.
