News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયાના ઈતિહાસમાં 20 એપ્રિલ 2023ની તારીખ લોકો હંમેશા યાદ રાખશે. આ દિવસે, સૌથી મોટા સેલેબ્સના ટ્વિટર પરથી બ્લુ ટિક દૂર કરવામાં આવી છે. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર જેવા ઘણા સુપરસ્ટાર્સના નામ સામેલ છે. આ જ બિગ બી ટ્વિટર પર ખૂબ એક્ટિવ રહે છે. તે સતત ટ્વીટ પર પોતાના વિચારો અને કવિતાઓ શેર કરે છે, હાલમાં જ અમિતાભ બચ્ચને કંઈક એવું ટ્વિટ કર્યું છે, જેના કારણે દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે અને સાથે જ ટ્વિટ વાયરલ થઈ રહી છે.
અમિતાભે બ્લુ ટીક ની કરી માંગણી
જણાવી દઈએ કે ઈલોન મસ્ક પહેલા જ કહી ચૂક્યા છે કે બ્લુ ટિક માટે પેમેન્ટ કરવું પડશે. આવી સ્થિતિમાં, જેમણે તેના માટે ચૂકવણી કરી છે, તેમની બ્લુ ટિક હજુ પણ છે. હાલમાં જ અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને કહ્યું છે કે – એ ટ્વિટર ભૈયા. તમે સાંભળી રહ્યા છો? હવે તો અમે પૈસા પણ ભર્યા છે… તો એ વાદળી કમળ જે છે તે અમારા નામની આગળ, તે તો પાછું મૂકી દો ભાઈ, જેથી લોકોને ખબર પડે કે અમે જ છીએ – અમિતાભ બચ્ચન.. હાથ જોડી લીધા અમે. હવે,શું પગે પડીએ?? અમિતાભ બચ્ચનના આ ફની ટ્વીટને લોકો પસંદ કરી રહ્યા છે.
T 4623 – ए twitter भइया ! सुन रहे हैं ? अब तो पैसा भी भर दिये हैं हम … तो उ जो नील कमल ✔️ होत है ना, हमार नाम के आगे, उ तो वापस लगाय दें भैया , ताकि लोग जान जायें की हम ही हैं – Amitabh Bachchan .. हाथ तो जोड़ लिये रहे हम । अब का, गोड़वा 👣जोड़े पड़ी का ??
— Amitabh Bachchan (@SrBachchan) April 21, 2023
આ સ્ટાર્સના એકાઉન્ટ પર થી બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે
બોલિવૂડ સ્ટાર કે જેની બ્લુ ટીક હટાવી દેવામાં આવી છે તેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, હૃતિક રોશન, બિપાશા બાસુ, અર્જુન રામપાલ, અનુષ્કા શર્મા અને ફરાહ ખાન અને અન્ય ઘણા સ્ટાર્સ આ યાદીમાં સામેલ છે.