Site icon

Amitabh bachchan: શું હોસ્પિટલ માંથી રજા મળતા જ સ્ટેડિયમ પહોંચ્યા અમિતાભ બચ્ચન? બિગ બી નો વિડીયો જોઈ ફેન્સ થયા ચિંતિત

Amitabh bachchan: ગઈકાલે અમિતાભ બચ્ચન ને હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા હતા અને તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બિગ બી સ્ટેડિયમમાં જોવા મળી રહ્યા છે.

amitabh bachchan at stadium amid reports of discharged from hospital

amitabh bachchan at stadium amid reports of discharged from hospital

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: ગઈકાલે અમિતાભ બચ્ચન ને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા હતા. અમિતાભ બચ્ચન ને ગઈકાલે કોકિલાબેન અંબાણી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. અમિતાભ બચ્ચન ની સર્જરી ના સંચાર સામે આવતાજ બિગ બી ના ચાહકો ચિંતિત થયા હતા. હવે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર બિગ બી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.  જેમાં તેઓ તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે સ્ટેડિયમ માં જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Hrithik roshan: વોર 2 ના સેટ પરથી રિતિક રોશન નો લુક થયો લીક, આવા અંદાજ માં જોવા મળ્યો કબીર

 

અમિતાભ બચ્ચન નો વાયરલ વિડીયો 

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન તેમની ટિમ ને ચીયર કરતા જોવા મળી રહ્યા છે.  એવું કહેવાય છે કે આ વિડીયો ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) T10 ની ક્લોઝિંગ સેરેમની નો છે. આ વિડીયો સામે આવ્યા બાદ ફેન્સ બિગ બી ની તબિયત ને લઈને ચિંતિત થઇ ગયા છે અને આ સાથે જ તેઓ મૂંઝવણ માં પણ મુકાઈ ગયા છે. જોકે, આ વીડિયોને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી કે તે બિગ બી ની તબિયત ખરાબ થયા પહેલાનો છે કે પછીનો.


મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચન ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હવે તેઓ એકદમ સ્વસ્થ છે. રિપોર્ટ મુજબ તેમની એન્જિયોપ્લાસ્ટી હૃદયની નહીં પરંતુ પગ માં થયેલા ક્લોટ્સ ની હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Rakesh Bedi : ‘ધુરંધર 2’ ના જમીલ જમાલીનો રેમ્પ પર જલવો: રાકેશ બેદીએ પાઉટ બનાવીને જીત્યા ફેન્સના દિલ, વીડિયો વાયરલ
Saumya Tandon Dhurandhar 2: ‘અક્ષય ખન્નાની યાદમાં સૌમ્યા ટંડન ભાવુક! ‘ધુરંધર 2’ ના સેટ પર જૂની યાદો તાજી થઈ; શૂટિંગમાં અનુભવાઈ દિગ્ગજ કલાકારની કમી
Exit mobile version