Site icon

Amitabh Bachchan birthday: જયા કે રેખા નહીં! અમિતાભનો પહેલો પ્રેમ હતી ‘માયા’, આ કારણે અધૂરી રહી બિગ બીની લવ સ્ટોરી

Amitabh Bachchan birthday: 82મા જન્મદિવસે અમિતાભ બચ્ચનની જીવનની એ કહાની, જે રેખા કે જયા નહીં, પણ ‘માયા’થી શરૂ થઈ હતી

Amitabh Bachchan birthday big b First Love Was Not Rekha or Jaya – Meet Maya

Amitabh Bachchan birthday big b First Love Was Not Rekha or Jaya – Meet Maya

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan birthday: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ‘બિગ બી’ તરીકે જાણીતા મહાનાયક અમિતાભ બચ્ચન આજે 82 વર્ષના થઈ ગયા છે. આટલી મોટી ઉંમરે પણ તેઓ ફિલ્મો અને લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં સક્રિય છે. પોતાની મહેનત અને સમર્પણના દમ પર તેમણે ઇન્ડસ્ટ્રીમાં એવું સ્થાન હાંસલ કર્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે.અમિતાભ બચ્ચનનું નામ આવે એટલે ચાહકોના મનમાં તેમના પ્રોફેશનલ જીવનની સાથે સાથે અંગત જીવનની ચર્ચાઓ પણ તરત જ શરૂ થઈ જાય છે. તેમની અંગત જિંદગીની વાત થાય ત્યારે મોટાભાગે લોકો રેખા અને જયા બચ્ચન વિશે જ વિચારે છે.પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જયા બચ્ચન સાથે લગ્ન અને રેખા સાથેના સંબંધો પહેલાં, અમિતાભ બચ્ચનના જીવનમાં એક અન્ય યુવતી પણ હતી, જે તેમનો પહેલો પ્રેમ હતી.

Join Our WhatsApp Community

કોલકાતા અને માયાની લવ સ્ટોરી

સેલિબ્રિટી બાયોગ્રાફર હનીફ ઝવેરીએ એક ઇન્ટરવ્યૂમાં આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો હતો. તેમણે ખુલાસો કર્યો હતો કે જયા બચ્ચન પહેલાં, અમિતાભ બચ્ચન નો પહેલો પ્રેમ માયા નામની એક યુવતી હતી.અભિનયમાં કારકિર્દી બનાવતા પહેલાં, અમિતાભ બચ્ચન કોલકાતામાં કામ કરતા હતા. તે સમયે તેમનો પગાર માંડ  250-300 હતો. માયા એ સમયે બ્રિટિશ એરવેઝમાં નોકરી કરતી હતી. બિગ બી અને માયા એકબીજાના પ્રેમમાં ખૂબ જ ડૂબેલા હતા.

આ સમાચાર પણ વાંચો : Nandish Sandhu Engagement: નંદીશ સંધુની લાઇફમાં ફરી થઇ પ્રેમ ની એન્ટ્રી,બીજી ઈનિંગ્સ શરૂ કરતાં જ શેર કરી ખાસ તસવીરો

 જ્યારે અમિતાભ ફિલ્મી દુનિયામાં નસીબ અજમાવવા માટે મુંબઈ આવ્યા, ત્યારે તેમની અને માયાની લવ સ્ટોરીમાં મુશ્કેલીઓ આવવા લાગી. શરૂઆતમાં અમિતાભ મુંબઈમાં તેમની માતાના મિત્રના બંગલામાં રહેતા હતા. માયા તેમને નિયમિત મળવા આવતી હતી, પરંતુ અમિતાભને ડર હતો કે તેમની માતા (તેજી બચ્ચન)ને આ સંબંધ વિશે ખબર પડી જશે. ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મના શૂટિંગ દરમિયાન, અમિતાભે તેમની મૂંઝવણ મિત્ર અનવર અલી (અભિનેતા મહેમૂદના ભાઈ)ને જણાવી. અનવરે તેમને રહેવા માટે જગ્યા આપી, પણ સાથે જ એક મહત્વની સલાહ આપી.


હનીફ ઝવેરીના જણાવ્યા અનુસાર, તે સમયે અમિતાભ ખૂબ શરમાળ સ્વભાવના હતા, જ્યારે માયા બોલ્ડ હતી અને ક્યારેક જાહેરમાં પણ બિગ બીને ઠપકો આપી દેતી. અનવર અલી અને અન્ય મિત્રોને લાગ્યું કે માયાનો સ્વભાવ બચ્ચન પરિવારમાં ભળી શકે તેમ નથી અને તે અમિતાભની કારકિર્દીમાં અવરોધ બની શકે છે.મિત્રોની સલાહ અને વ્યક્તિત્વના તફાવતને કારણે, અમિતાભે ધીમે ધીમે માયાથી અંતર વધારવાનું શરૂ કર્યું અને આખરે આ સંબંધનો અંત આવ્યો.થોડા વર્ષો પછી, 1973માં અમિતાભ બચ્ચને અભિનેત્રી જયા ભાદુરી સાથે લગ્ન કરીને જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan Birthday: અમિતાભ બચ્ચન ની એક ફિલ્મે બદલ્યું તેમના ફેન આનંદ પંડિત નું નસીબ,આજે તેઓ છે બિગ બી કરતા પાંચ ગણા ધનવાન
Kalki 2898 AD Part 2: કલ્કી 2898 AD પાર્ટ 2 માં દીપિકાની જગ્યા લેશે આલિયા ભટ્ટ? આ સમાચારથી મચ્યો ખળભળાટ
Govinda Sunita Ahuja Gift: ‘સોના કિતના સોના હૈ…’ કરવા ચોથ પર ગોવિંદાએ સુનીતા આપી એવી ખાસ ગિફ્ટ કે જોઈને તમારી પણ આંખો થઇ જશે પહોળી
Param Sundari OTT: એક ટ્વીસ્ટ સાથે ઓટિટિ પર રિલીઝ થઇ સિદ્ધાર્થ અને જાહ્નવી ની ફિલ્મ પરમ સુંદરી, જાણો વિગતે
Exit mobile version