News Continuous Bureau | Mumbai
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) નો આજે એટલે કે 11 ઓક્ટોબરના રોજ 80મો જન્મદિવસ છે.તેમના 80 વર્ષ નિમિત્તે ચાહકોએ તેમના ઘર જલસા(Jalsa)ની બહાર ભવ્ય ઉજવણી કરી હતી. અમિતાભ બચ્ચન દીકરી શ્વેતા(Daughter Shweta Bachchan) સાથે ચાહકોને મળવા બંગલાની બહાર આવ્યા હતા. તેઓ બ્લૂ જેકેટ તથા ટોપીમાં જોવા મળ્યા હતા.
આજે #અમિતાભબચ્ચનનો 80 મો #જન્મદિવસ. જુઓ તેના ઘરની બહાર લોકોની #ભીડ#Bollywood #BigB #AmitabhBachchan #birthday #Jalsa #crowd #newscontinuous pic.twitter.com/hv1DC1tMEp
— news continuous (@NewsContinuous) October 11, 2022
આ પ્રસંગે બિગ બી(Big B)ના ચાહકો જલસાની બહાર એકઠા થયા હતા. ત્યારે જલસાની બહારનો નજારો જોવા મળ્યો જે સામાન્ય ન હતો. બોલિવૂડ(Bollywood) ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન રાત્રે 12:00 વાગ્યે પોતાના ફેન્સ(Fans)ને મળવા જલસાના ગેટ પર આવ્યા હતા. આ દરમિયાન સુરક્ષા (Security) ખૂબ જ કડક હતી પરંતુ ચાહકોને અમિતાભને રૂબરૂ મળવાની તક ચોક્કસ મળી હતી.
ઈન્સ્ટાગ્રામ પર અમિતાભ બચ્ચન પોતાના ઘરના આ ખાસ સભ્યને નથી કરતા ફોલો-નામ જાણીને ચોંકી જશો
દરમિયાન હજુ પણ જલસાની બહાર ચાહકો મોટી સંખ્યામાં ઊમટી રહ્યા છે. આ ભીડ (Crowd)જોઈને અંદાજો લગાવી શકાય છે કે બિગ બી ના ફેન્સ તેમને કેટલો પ્રેમ કરે છે. કેટલાક ચાહકો તેમના માટે ભેટ(Gifts) પણ લાવ્યા છે. એક ચાહકે તો ઓટો પર અમિતાભના પોસ્ટર ચોંટાડીને તેમને શુભેચ્છા આપી હતી. આ દિગ્ગજ અભિનેતા લોકોના દિલમાં કેટલી હદે વસી ગયા છે તે આ વિડીયો પરથી સ્પષ્ટ દેખાય છે.