News Continuous Bureau | Mumbai
Amitabh bachchan: અમિતાભ બચ્ચન 81 વર્ષ ની ઉંમર માં પણ ફિલ્મો માં સક્રિય છે. અમિતાભ બચ્ચન તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. રિપોર્ટ અનુસાર, તાજેતરમાં જ અમિતાભ બચ્ચને અલીબાગમાં ખૂબ જ મોંઘી જમીન ખરીદી છે. આ અગાઉ પણ અમિતાભ બચ્ચને અયોધ્યા માં સરયૂ નદી નજીક એક પ્રોપર્ટી માં નિવેશ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : YRKKH: શું અભીરા નહીં કરી શકે અરમાન ને પ્રપોઝ? શું અભીરા ના પ્રસ્તાવ ને કરી દીધો અરમાને રિજેક્ટ, વાયરલ વિડીયો પર આપી લોકોએ આવી પ્રતિક્રિયા
અમિતાભ બચ્ચને ખરીદી અલીબાગ માં જમીન
મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને અલીબાગમાં 10 કરોડ રૂપિયાની જમીન ખરીદી છે. અભિનેતાએ ‘ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા’ (HoABL) પાસેથી 10,000 ચોરસ ફૂટ જમીન ખરીદી હોવાનું કહેવાય છે. આ જમીન ‘એ અલીબાગ’ નામના પ્રોજેક્ટમાં ખરીદવામાં આવી હોવાના અહેવાલ છે. જોકે, અમિતાભ બચ્ચન તરફ થી હજુ સુધી આ ખરીદી અંગે કોઈ ટિપ્પણી આવી નથી.