Site icon

Amitabh bachchan Ayodhya: અમિતાભ બચ્ચને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા માં ખરીદ્યો અધધ આટલો મોંઘો પ્લોટ, જાણો કેટલી છે જગ્યા અને તેની કિંમત

Amitabh bachchan Ayodhya: સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન પાસે ઘણી પ્રોપર્ટી છે અને તેઓ ઘણી વાર પ્રોપર્ટી માં રોકાણ કરતા હોય છે. હવે અમિતાભ બચ્ચન ને લઈને એક આસ્ચ્ર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને અયોધ્યા માં એક જમીન ખરીદી છે.

amitabh bachchan buy plot for home in ayodhya

amitabh bachchan buy plot for home in ayodhya

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan Ayodhya: અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમ 22 જાન્યુઆરી એ યોજવાનો છે., આ કાર્યક્રમ માં બોલિવૂડ સેલેબ્સ, રાજકારણીઓ અને બીજા ઘણા લોકો ને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બધા ની વચ્ચે બોલિવૂડ ના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચન ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને અયોધ્યા માં એક પ્લોટ ખરીદ્યો છે.

Join Our WhatsApp Community

 

અમિતાભ બચ્ચને ખરીદી અયોધ્યા માં જમીન 

મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને અયોધ્યામાં એક પ્લોટ ખરીદ્યો છે. આ પ્લોટ બિગ બી એ મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા મારફત ખરીદ્યો છે. તે 7 સ્ટાર મિક્સ્ડ યુઝ એક્સક્લેવ – ધ સરયુમાં છે. આ પ્લોટ ની કિંમત 14.5 કરોડ રૂપિયા છે. આ પ્લોટ 10 હજાર ચોરસ ફૂટ નો છે. હાઉસ ઓફ અભિનંદન લોઢા એ  હજુ સુધી ઘરની સાઈઝ અંગે કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ રિપોર્ટ અનુસાર તે 10,000 ચોરસ ફૂટનું ઘર બનાવશે.


51 એકરમાં ફેલાયેલા સરયુનું ઔપચારિક ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે.ડેવલપરના જણાવ્યા અનુસાર તે મંદિરથી લગભગ 15 મિનિટ અને એરપોર્ટથી અડધો કલાક દૂર છે. આ પ્રોજેક્ટ માર્ચ 2028 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે અને તેમાં ફાઇવ સ્ટાર પેલેસ હોટલ પણ હશે.

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram mandir: રામલલ્લા ના દર્શન કરવા અયોધ્યા જશે લક્ષ્મણ, અભિનેતા સુનિલ લહરી ને મળ્યું આમંત્રણ, વિડીયો શેર કરી કહી આ વાત

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version