News Continuous Bureau | Mumbai
Amitabh bachchan Ayodhya: અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમ 22 જાન્યુઆરી એ યોજવાનો છે., આ કાર્યક્રમ માં બોલિવૂડ સેલેબ્સ, રાજકારણીઓ અને બીજા ઘણા લોકો ને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બધા ની વચ્ચે બોલિવૂડ ના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચન ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને અયોધ્યા માં એક પ્લોટ ખરીદ્યો છે.
અમિતાભ બચ્ચને ખરીદી અયોધ્યા માં જમીન
મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને અયોધ્યામાં એક પ્લોટ ખરીદ્યો છે. આ પ્લોટ બિગ બી એ મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા મારફત ખરીદ્યો છે. તે 7 સ્ટાર મિક્સ્ડ યુઝ એક્સક્લેવ – ધ સરયુમાં છે. આ પ્લોટ ની કિંમત 14.5 કરોડ રૂપિયા છે. આ પ્લોટ 10 હજાર ચોરસ ફૂટ નો છે. હાઉસ ઓફ અભિનંદન લોઢા એ હજુ સુધી ઘરની સાઈઝ અંગે કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ રિપોર્ટ અનુસાર તે 10,000 ચોરસ ફૂટનું ઘર બનાવશે.
Amitabh Bachchan buys plot for home in Ayodhya’s first 7-star land development township ‘The Saryu’.
House of Abhinandan Lodha began booking for the township few days back.
🔸45 acres – 220 plots
🔸7-star Leela Hotel in township
🔸Situated on the banks of Saryu pic.twitter.com/gn4DjqrL0a— The Uttar Pradesh Index (@theupindex) January 15, 2024
51 એકરમાં ફેલાયેલા સરયુનું ઔપચારિક ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે.ડેવલપરના જણાવ્યા અનુસાર તે મંદિરથી લગભગ 15 મિનિટ અને એરપોર્ટથી અડધો કલાક દૂર છે. આ પ્રોજેક્ટ માર્ચ 2028 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે અને તેમાં ફાઇવ સ્ટાર પેલેસ હોટલ પણ હશે.
આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram mandir: રામલલ્લા ના દર્શન કરવા અયોધ્યા જશે લક્ષ્મણ, અભિનેતા સુનિલ લહરી ને મળ્યું આમંત્રણ, વિડીયો શેર કરી કહી આ વાત