Ayodhya Ram mandir: રામલલ્લા ના દર્શન કરવા અયોધ્યા જશે લક્ષ્મણ, અભિનેતા સુનિલ લહરી ને મળ્યું આમંત્રણ, વિડીયો શેર કરી કહી આ વાત

Ayodhya Ram mandir: 22 જાન્યુઆરી એ અયોધ્યામાં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો ભવ્ય સમારોહ યોજાશે. આ માટે બોલિવૂડથી લઈને ટીવી સુધીના ઘણા સ્ટાર્સને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. હવે આ કડી માં લોકપ્રિય ટીવી સિરિયલ 'રામાયણ'ના લક્ષ્મણ એટલે કે સુનીલ લહરી નું પણ નામ સામેલ થઈ ગયું છે.

by Zalak Parikh
laxman aka sunil lahri received invitation to inauguration ceremony of ram temple in ayodhya

News Continuous Bureau | Mumbai

Ayodhya Ram mandir: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો ભવ્ય  સમારોહ યોજાશે. આ સમયે અયોધ્યા માં પૂર જોશ માં તૈયારીઓ ચાલી રહી છે. આ સમારોહ માં ભાગ લેવા બોલિવૂડ, ટોલિવૂડ, ટીવી તેમજ રાજકારણીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પહેલા રામાનંદ સાગર ની લોપરીય સિરિયલ રામાયણ માં ભગવાન શ્રી રામ ની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા અરુણ ગોવિલ અને માતા સીતા ની ભૂમિકા માં જોવા મળેલી અભિનેત્રી દીપિકા ચીખલીયા ને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ સિરિયલ માં લક્ષ્મણ ની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા સુનિલ લહરી ને આમંત્રણ નહોતું મળ્યું. હવે સુનિલ લહરી ને તેમના જન્મદિવસ પર રામ લલ્લાના અભિષેક માટે આમંત્રણ મળ્યું છે. 

 

સુનિલ લહરી એ વ્યક્ત કરી ખુશી 

રામાનંદ સાગર ની સિરિયલ રામાયણ માં લક્ષ્મણ ની ભૂમિકા ભજવનાર અભિનેતા સુનિલ લહરી ને અયોધ્યા માં રામ લલ્લા ના અભિષેક માટે આમંત્રણ મળ્યું છે. આ આમંત્રણ મળતા સુનિલ લહરી એ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અભિનેતા એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. સુનિલ લહરી એ ભગવાન રામ, તેમજ રામ મંદિર સમિતિ સહિત તેમના ચાહકો અને રામાનંદ સાગર નો આભાર માન્યો છે.


આ પહેલા સુનીલ લહરી એ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Animal: એનિમલ ‘ના’ જોઈ હોય તેમના માટે મોટા સમાચાર, ફિલ્મ ના મેકર્સે આપી શાનદાર ઓફર, માત્ર આટલા રૂપિયામાં જોઈ શકશો રણબીર કપૂર ની ફિલ્મ

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More