બૉલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને મુંબઈમાં એક નવું મકાન ખરીદ્યું છે અને એની કિંમત 31 કરોડ રૂપિયા થવા જાય છે.
આ ડુપ્લેક્સ સાથે એક નહીં, પણ 6 કાર પાર્ક કરવાની જગ્યા મળી છે. 28 માળની ઇમારતમાં બચ્ચને ખરીદેલો ડુપ્લેક્સ 27મા માળે છે.
અમિતાભ બચ્ચને ડુપ્લેક્સ ફ્લૅટ ખરીદ્યો છે. બિગ બીએ આ પ્રૉપર્ટી આમ તો ડિસેમ્બર 2020માં ખરીદી હતી, પણ એનું રજિસ્ટ્રેશન ગયા મહિને કરાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ પાસે પહેલેથી જ જુહુમાં બે બંગલા છે. પ્રતીક્ષા અને જલસા નામના આ બંને બંગલા દેશમાં પણ પ્રખ્યાત છે.
બિગ બૉસ 11ની સ્પર્ધક બંદગી કાલરાએ શૅર કરી બોલ્ડ તસવીરો, ગોવામાં માણી રહી છે વૅકેશનની મજા; જુઓ તસવીરો
