News Continuous Bureau | Mumbai
Amitabh bachchan on rashmika mandanna video: ગઈકાલે રશ્મિકા મંદન્ના નો એક AI ડીપફેક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો ત્યારબાદ ઈન્ટરનેટ પર હંગામો મચી ગયો હતો.આ વિડીયો માં રશ્મિકા ને ખુબજ બોલ્ડ અંદાજ માં બતાવવામાં આવી હતી.એવું કહેવાય છે કે,આ વિડિયોનો હેતુ સમાજમાં અભિનેત્રીની છબી ખરાબ કરવાનો હતો.હવે બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને આ વિડીયો પર કાયદાકીય કાર્યવાહી ની માંગ કરી છે. ત્યારબાદ રશ્મિકા એ બિગ બી નો આભાર માન્યો હતો.
રશ્મિકા ના સમર્થન માં આવ્યા અમિતાભ બચ્ચન
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને રશ્મિકા મંદન્ના ના AI ડીપફેક વીડિયો પર કાયદેસરની કાર્યવાહીની માંગ કરતા વીડિયોને રીટ્વીટ કરતા લખ્યું, “હા, આ કાયદાકીય રીતે મજબૂત કેસ છે.” આ ટ્વીટ પર રશ્મિકા એ બિગ બી નો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ‘મારા માટે ઉભા રહેવા માટે આભાર સર, હું તમારા જેવા નેતા સાથે દેશમાં સુરક્ષિત અનુભવું છું.’
Thankyou for standing up for me sir, I feel safe in a country with leaders like you. https://t.co/rD9umXhKEn
— Rashmika Mandanna (@iamRashmika) November 6, 2023
તમને જણાવી દઈએ કે, વાયરલ વિડિયો મૂળ બ્રિટિશ-ભારતીય ઈન્સ્ટાગ્રામ યુઝર ઝારા પટેલનો છે, આ વિડીયો તેને તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ આ વિડીયો ને AI ની મદદ થી તેના પર રશ્મિકા નો ચહેરો લગાવવામાં આવ્યો હતો
આ સમાચાર પણ વાંચો : Rashmika mandanna: રશ્મિકા મંદન્ના ના બોલ્ડ વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર સનસનાટી,જાણો શું છે વિડીયો ની હકીકત