Site icon News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: હોસ્પિટલમાં એડમિટ થવાના સમાચાર પર અમિતાભ બચ્ચન એ આપી પ્રતિક્રિયા, બિગ બી નો જવાબ સાંભળી ફેન્સ થઇ ગયા ખુશ.

Amitabh bachchan: ગઈકાલે અમિતાભ બચ્ચન ને હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવ્યા હતા. હવે આ સમાચાર પર અમિતાભ બચ્ચન ની પ્રતિક્રિયા વાયરલ થઇ રહી છે.

amitabh bachchan denies rumours of hospitalization

amitabh bachchan denies rumours of hospitalization

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ને લઈને ગઈકાલે ચિંતાજનક સમાચાર સામે આવ્યા હતા. અમિતાભ બચ્ચન ને કોકિલાબેન અંબાણી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચન ની એન્જીયોપ્લાસ્ટી થઇ હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચન ને સ્ટેડિયમ માં જોવા મળ્યા હતા જેને જોઈ ને બિગ બી ના ચાહકો ચિંતિત થઇ ગયા હતા. હવે અમિતાભ બચ્ચને આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે જેને સાંભળી તેના ફેન્સ ખુશ થઇ ગયા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ed sheeran: શાહરુખ ખાન એ હોલિવુડ સિંગર એડ શીરન ને શીખવી આ વસ્તુ, બંને સ્ટાર ને એક ફ્રેમ માં જોઈ ચાહકો થયા ખુશ

અમિતાભ બચ્ચને આપી પ્રતિક્રિયા 

અમિતાભ બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં અમિતાભ બચ્ચન સ્ટેડિયમ માંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે એક પાપારાઝી એ તેમને તેમની તબિયત વિશે પૂછ્યું આ સાંભળી બિગ બી એ તે પાપારાઝી સામે સ્મિત કર્યું અને પછી કહ્યું ‘ફેક ન્યુઝ’. 


અમિતાભ બચ્ચન ના મોઢેથી આ વાત સાંભળી તેમના ચાહકો ખુશ થઇ ગયા છે. આ સિવાય અમિતાભ બચ્ચને તેમના સોશિયલ મીડિયા પર સ્ટેડિયમ ની એક તસવીર પણ શેર કરી છે જેમાં તેઓ અભિષેક બચ્ચન અને સચિન તેંડુલકર સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. 


અમિતાભ બચ્ચન એ આ તસવીર શેર કરતા લખ્યું, ‘આજે સાંજે ISPL ફાઇનલમાં કેટલો શાનદાર અનુભવ થયો. મહાન સચિન તેંડુલકર સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો અને ક્રિકેટ વિશે કેટલીક માહિતી પણ મળી.’ 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version