Site icon

Amitabh bachchan: શું તમને ખબર છે અમિતાભ બચ્ચન ને તેમના ઘરની મહિલાઓનું આ કામ કરવું બિલકુલ પસંદ નથી, બિગ બી ની દીકરી શ્વેતા બચ્ચને કર્યો ખુલાસો

Amitabh bachchan: અમિતાભ બચ્ચન ની દૌહિત્રી નવ્યા નવેલી નંદા ના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા માં નવ્યા, જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન વચ્ચે વાળ પર ચર્ચા દરમિયાન શ્વેતા બચ્ચને તેના બાળપણ નો એક કિસ્સો સંભળાવ્યો હતો.

amitabh bachchan dont like short haired women in family shweta bachchan reveled

amitabh bachchan dont like short haired women in family shweta bachchan reveled

News Continuous Bureau | Mumbai 

Amitabh bachchan: અમિતાભ બચ્ચન ની દૌહિત્રી નવ્યા નવેલી નંદા તેના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા ને લઈને ચર્ચા માં છે. આ નવ્યા ના પોડકાસ્ટ ની બીજી સીઝન છે. આ પોડકાસ્ટ માં નવ્યા, જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન ઘણા વિષયો પર ચર્ચા કરતા જોવા મળે છે. હવે નવ્યા ના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા ના લેટેસ્ટ એપિસોડ દરમિયાન નવ્યા એ  તેની નાની જયા બચ્ચન અને માતા શ્વેતા બચ્ચન સાથે બ્યુટી ટીપ્સ વિશે ચર્ચા કરી. તેની વાતચીત દરમિયાન શ્વેતાએ તેના પિતા અમિતાભ બચ્ચનની પસંદ વિશે એક રસપ્રદ ખુલાસો કરતા જણાવ્યું કે બિગ બી ને  બચ્ચન પરિવારની મહિલાઓના ટૂંકા વાળ પસંદ નથી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shahrukh Alia and Ranbir: આ ખાસ પ્રોજેક્ટ માટે રઈસ, ગંગુબાઈ અને રોક સ્ટાર ના અવતાર માં જોવા મળ્યા શાહરુખ ખાન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર,એક ફ્રેમ માં આ ત્રણેય સ્ટાર ને જોઈ ચાહકો થયા ખુશ

અમિતાભ બચ્ચન ને નથી પસંદ બચ્ચન પરિવાર ની મહિલાઓના ટૂંકા વાળ 

બ્યુટી ટિપ્સ વિશે ચર્ચા કરતા શ્વેતા બચ્ચને તેના બાળપણ નો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. આ દરમિયાન શ્વેતા એ અમિતાભ બચ્ચન ની પસંદ વિશે પણ ખુલાસો કર્યો હતો. શ્વેતા એ નવ્યાને કહ્યું, ‘પાપાને આ ગમ્યું નહીં. તેઓ તેને ધિક્કારે છે. જ્યારે પણ હું મારા વાળ કાપું છું ત્યારે તે હંમેશા કહે છે કે તમે આવું કેમ કર્યું. તેમને ટૂંકા વાળ પસંદ નથી. તેમને લાંબા વાળ ગમે છે, જ્યારે આપણામાંથી કોઈ વાળ કપાવે છે ત્યારે તેમને તે ગમતું નથી.’ આમ શ્વેતા બચ્ચને ખુલાસો કર્યો કે અમિતાભ બચ્ચન ને તેમના પરિવાર ની મહિલાઓનું વાળ કપાવવું પસંદ નથી. 


આ દરમિયાન નવ્યા તેની નાની જયા બચ્ચન ને પૂછે છે કે અમિતાભ બચ્ચન ને શું વાપરવું ગમે છે જેના જવાબ માં જયા બચ્ચન કહે છે, ‘સરસવનું તેલ. જયા એ  કહ્યું કે ‘અમિતાભ બચ્ચનને સરસવનું તેલ વાપરવાનું પસંદ છે કારણ કે તે શરીર માટે મોઈશ્ચરાઈઝર છે. આ તેમની યુપી વાળી ખૂબ જ ખાસ આદત છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Akshay Kumar: આરવને અભિનેતા બનતા જોવા માંગે છે અક્ષય કુમાર, પણ પિતાની ઈચ્છા થી અલગ આ કામ કરવા માંગે છે પુત્ર
Jaya Bachchan: દુર્ગા પંડાલમાં કાજોલને જોઈને ખુશ થઇ ગઈ જયા બચ્ચન,બંને નું ખડખડાટ હાસ્ય જોઈને લોકો એ આપી આવી પ્રતિક્રિયા
The Raja Saab Trailer: સંજય દત્ત ના ખૂંખાર લુક સાથે પ્રભાસની હોરર-કોમેડી ‘ધ રાજા સાબ’ નું ટ્રેલર થયું રિલીઝ
Aishwarya Rai Viral Video: પેરિસ ફેશન વીકમાં એશ્વર્યા રાય એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વખાણ
Exit mobile version