Amitabh Bachchan: અમિતાભ બચ્ચને પાળ્યું પોતાનું વચન, કેબીસી 16 ના સ્પર્ધક ને ગિફ્ટ માં આપી આ વસ્તુ, પરિવાર ની જીવનશૈલી માં આવ્યો બદલાવ

Amitabh Bachchan: કૌન બનેગા કરોડપતિ 16’ ના મંચ પર અમિતાભ બચ્ચન એ પશ્ચિમ બંગાળના સ્પર્ધક જયંત ને એક ભેટ આપવાનું વચન આપ્યું હતું જે તેમને પૂરું કર્યું છે.

by Zalak Parikh
Amitabh Bachchan Fulfills Promise to KBC Contestant, Gifts Toilet to Family in Bengal Village

News Continuous Bureau | Mumbai

 Amitabh Bachchan: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન એ ‘કૌન બનેગા કરોડપતિ 16’ (KBC 16)ના સ્પર્ધક જયંત ધુલે  ને  કરેલું વચન પાળીને તેમના પશ્ચિમ બંગાળના આરામબાગ ગામમાં રહેતા પરિવાર માટે શૌચાલય બનાવવાની વ્યવસ્થા કરી. જયંતે શોમાં જણાવ્યું હતું કે તેમના ઘરમાં માતા અને બહેન માટે અલગ શૌચાલય નથી. અમિતાભે વચન આપ્યું હતું કે ભલે તેઓ રકમ જીતે કે નહીં, તેઓ શૌચાલય બનાવશે – અને તેમણે એ વચન પાળ્યું.

આ સમાચાર પણ વાંચો : KBC 17: KBC 17માં ગુજરાતના બાળકની ‘ઉદ્ધતાઈ’ થી સોશિયલ મીડિયા પર ચર્ચા,અમિતાભ બચ્ચનના આવા પ્રતિસાદે જીતી લીધું દિલ

અમિતાભ બચ્ચન નું માનવતાવાદી પગલું 

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જયંતે જણાવ્યું કે અમિતાભ બચ્ચન તેમની પરેશાનીઓ સાંભળી ખૂબ જ ભાવુક થયા હતા. શો પછી અમિતાભની ટીમે તેમને સંપર્ક કર્યો અને રૂ. 2 લાખની સહાય મોકલી. આ રકમથી શૌચાલયનું નિર્માણ થયું. જયંતે કહ્યું, “આ મારા જીવનનો શ્રેષ્ઠ જન્મદિવસની ભેટ છે.”જયંતની બહેન શિખાએ કહ્યું, “હવે અમારા ઘરમાં એક સારો શૌચાલય છે. હું અમિતાભ બચ્ચનનો વારંવાર આભાર માનું છું.” આ પગલાંથી પરિવારની જીવનશૈલીમાં મોટો ફેરફાર આવ્યો છે.


83 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેઓ નિતેશ તિવારીની ‘રામાયણ’ ફિલ્મમાં જટાયુની ભૂમિકામાં જોવા મળશે, જે 2026ની દિવાળી પર રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More