News Continuous Bureau | Mumbai
Amitabh bachchan on KBC 15:સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ ને હોસ્ટ કરી ર્ય છે. આ ‘કૌન બનેગા કરોડપતિ’ની 15મી સીઝન હાલમાં જ કૌન બનેગા કરોડપતિ નો એક પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં અમિતાભ રડતા જોવા મળી રહ્યા છે. તે ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યા છે.આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
કૌન બનેગા કરોડપતિ નો પ્રોમો
સૌને હિંમત આપનાર અમિતાભ બચ્ચન ભાવુક થતા જોવા મળ્યા હતા આ પાછળનું કારણ ખાસ છે, અમિતાભ બચ્ચન તેમના જન્મદિવસે ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે તેમનો જન્મદિવસ કેબીસીના મંચ પર સૌથી ખાસ રીતે ઉજવવામાં આવે છે. સોની ટીવીના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં અમિતાભ બચ્ચન પોતાની સીટ પરથી ઉભા થાય છે, પોતાના માટે એક ટિશ્યુ લે છે અને પોતાની આંખોમાં આવેલા આંસુ લૂછી નાખે છે. આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન કહે છે, ‘તમે લોકો મને હજુ કેટલું રડાવશો? બસ કરો. હું લોકોને ટીશ્યુ આપું છું અને આજે મારો વારો આવ્યો છે. આ પ્લેટફોર્મ પર ઉજવાતા મારા જન્મદિવસો શ્રેષ્ઠ છે.’
અમિતાભ બચ્ચન નો જન્મદિવસ
તમને જણાવી દઈએ કે, દર વર્ષે અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. એટલે કે બુધવારે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. દર વખતની જેમ કેબીસીના સેટ પર અમિતાભના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણીનો આ એપિસોડ બુધવારે રાત્રે 9 વાગ્યે સોની ટીવી પર બતાવવામાં આવશે, જેમાં અમિતાભ બચ્ચનની ભાવનાત્મક પળો પણ જોવા મળશે. અમિતાભ બચ્ચન આ વર્ષે 81 વર્ષના થશે.
આ સમાચાર પણ વાંચો : Nitin gadkari biopic: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ના જીવન પર આધારિત ફિલ્મ ની થઇ જાહેરાત, આ દિવસે મોટા પડદા પર રિલીઝ થશે ફિલ્મ