News Continuous Bureau | Mumbai
Amitabh bachchan: અમિતાભ બચ્ચન ને તેમની પુત્રી શ્વેતા બચ્ચન પ્રત્યે ખુબ લગાવ છે. આ વાત તેઓ કૌન બનેગા કરોડપતિ ના મંચ પર કહી ચુક્યા છે. અમિતાભ બચ્ચન અને જ્યા બચ્ચન નું તેમની પુત્રી શ્વેતા સાથે સારું બોન્ડિંગ છે. અમિતાભે પોતાની દીકરીને અત્યાર સુધીની સૌથી મોંઘી ભેટ આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર બિગ બી એ તેમનો જુહુનો બંગલો પ્રતીક્ષા તેની પુત્રી ને ટ્રાન્સફર કર્યો છે.
અમિતાભ બચ્ચને પુત્રી ને ભેટ માં આપ્યો બંગલો
અમિતાભ બચ્ચન ની આ પ્રોપર્ટી 16,840 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. મીડિયા રિપોર્ટ અનુસારઅમિતાભ બચ્ચને આ પેટે કુલ 50.65 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી છે. બંગલાની બજાર કિંમત 50.63 કરોડ રૂપિયાથી વધુ બતાવવામાં આવી છે. જોકે, બચ્ચન પરિવાર તરફથી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે જુહુ સ્થિત બંગલા ‘જલસા’માં રહે છે.
આ સમાચાર પણ વાંચોઃ Suhana khan: સુહાના ખાને આ રીતે સેલિબ્રેટ કર્યો અગસ્ત્ય નંદા નો બર્થ ડે,અભિનેતા સાથે જોડાઈ ચૂક્યું છે કિંગ ખાન ની દીકરી નું નામ
તમને જણાવી દઈએ કે , અમિતાભ બચ્ચન નો બંગલો ‘પ્રતીક્ષા’ બે પ્લોટ પર બાંધવામાં આવ્યો છે. પહેલો પ્લોટ 9,585 ચોરસ ફૂટનો છે અને તેની માલિકી અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની છે. બીજો પ્લોટ 7,255 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તેની માલિકી એકલા અમિતાભ બચ્ચનની છે.